મતદાન જાગૃતિ:પરિવારજનોને મતદાન કરાવવા બાળકોનો સંકલ્પ

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠેર-ઠેર સ્પર્ધાઓ, રેલી અને બેનરો પ્રદર્શિત કરી લોકોને મતદાન કરવા જણાવ્યું
  • અમરેલી​​​​​​​ જિલ્લાની શાળાઓમાં વિધાનસભા ચૂંટણી અંગતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમો

વિધાનસભાની ચુંટણીની લઇને વહિવટી તંત્ર દ્વારા વધુમા વધુ લોકો મતદાન કરે તે માટે પ્રયાસ કરવામા આવી રહ્યાં છે. અવસર રથ, રંગોળી, રેલી સહિતના માધ્યમથી લોકોને મતદાન જાગૃતિ માટે સંદેશો પાઠવવામા આવી રહ્યો છે. ત્યારે પરિવારજનો મતદાન કરવા જાય તે માટે બાળકોએ પણ સંકલ્પ લીધો છે.

અમરેલી જિલ્લાની જુદીજુદી શાળાઓમા બાળકોએ પોતાના પરિવારજનો મતદાન કરવા માટે જાય તેવો દ્રઢ સંકલ્પ કર્યો છે. બાળકો પરિવારજનોને જરૂરથી મતદાન કરવા મોકલશે તેવો બાળકોએ શાળામા સંકલ્પ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામા જે વિસ્તારમા ઓછુ મતદાન થતુ હોય તેવા વિસ્તારમા અવસર રથ થકી વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના પ્રયાસો કરવામા આવી રહ્યાં છે.

ચુંટણી જાહેર થતાની સાથે જ વહિવટી તંત્ર દ્વારા જિલ્લાભરમા વધુમા વધુ લોકો મતદાન કરે તેવા પ્રયાસો કરવામા આવી રહ્યાં છે. ઠેરઠેર અનેક સ્પર્ધાઓ, રેલી, બેનરો પ્રદર્શિત કરી છાત્રો લોકોને મતદાન કરવા માટે અનુરોધ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...