સમસ્યા:ખાંભાના નેસડી-2માં બાળલગ્ન અટકાવાયા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતા, ગોર મહારાજ સામે ગુનો નોંધાયો

ખાંભા તાલુકાના નેસડી-2 ગામે સમાજ સુરક્ષા અધિકારીએ બાળલગ્ન અટકાવ્યા હતા. તેમણે વરના માતા-પિતા તેમજ કન્યાના માતા-પિતા, ગોર મહારાજ સામે ખાંભા પોલીસ મથકમા ગુનો નોંધાવ્યો હતો. આ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

સમાજ સુરક્ષા અધિકારીએ પાંચ સામે ગુનો નોંધાવ્યો
બાળલગ્ન અટકાવાયાની આ ઘટના ખાંભાના નેસડી-2 ગામે બની હતી. બાળલગ્ન પ્રતિબંધક અધિકારી વ- સમાજ સુરક્ષા અધિકારી વી.એ.સૈયદને અહી બાળલગ્ન થતા હોવાની બાતમી મળતા તેઓ ટીમ સાથે અહી દોડી ગયા હતા. મોટા બારમણ રહેતા પ્રેમજીભાઇ વાલાભાઇ વાઢેર અને તેના પત્ની પુત્રની પુખ્ત ઉંમર ન હોવા છતા લગ્ન કરાવી રહ્યાં હતા. તેમણે કન્યાના પિતા નરશીભાઇ છનાભાઇ તેમજ તેના પત્ની ઉપરાંત ગોર મહારાજ મળી પાંચ સામે ખાંભા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે એએસઆઇ ડી.ડી.ગોંડલીયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...