દુર્ઘટના:જાળિયામાં તળાવમાં પડી ડૂબી જતા બાળકનું મોત

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તળાવ પાસે રમવા માટે ગયો હતો ત્યારે સર્જાઇ દુર્ઘટના

અમરેલી તાલુકાના જાળીયામા રહેતા અને મજુરીકામ કરતા અેક પરિવારનાે અાઠ વર્ષનાે બાળક ગામમા અાવેલ તળાવ પાસે રમવા માટે ગયાે હતાે. ત્યારે અચાનક તળાવમા પડી જતા તેનુ ડૂબી જવાનુ માેત નિપજયું હતુ. તળાવમા પડી ડૂબી જતા બાળકના માેતની અા ઘટના અમરેલી તાલુકાના જાળીયામા બની હતી.

પાેલીસ સુત્રાેમાથી જાણવા મળતી વિગત અનુસાર અહી રહેતા મનાેજભાઇ મગનભાઇ વાઘેલાનાે અાઠ વર્ષનાે પુત્ર સાહિલ ગઇકાલે સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે ગામમા ખારામા અાવેલ તળાવ પાસે રમવા માટે ગયાે હતાે.

સાહિલ રમતા રમતા અકસ્માતે તળાવમા પડી ગયાે હતાે. જેને પગલે તેનુ ડૂબી જવાથી માેત થયુ હતુ. બનાવ અંગે મનાેજભાઇ વાઘેલાઅે અમરેલી તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ અેઅેસઅાઇ અેસ.અેમ.સાેલંકી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...