ઘેર- ઘેર દર્દીના ખાટલા:જાળિયા ગામમાં 1 માસથી ચિકનગુનિયાનો કહેર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરાેગ્ય તંત્રએ માત્ર ફાેગીંગની કામગીરી કરી : 1 માસથી આવી સ્થિતિને પગલે ગ્રામજનાે મુંઝવણમાં
  • એક જ ઘરમાં બે કે તેથી વધુ સભ્યો તાવના ભરડામાં: પહેલા તાવ અને બાદમાં હાથ-પગ અને કમર સહિતના સાંધા જકડાય છે: લોકો

અેક તરફ સરકાર દ્વારા નિરામય ગુજરાત અભિયાનનાે અારંભ કરાયાે છે. તેની વચ્ચે અમરેલી તાલુકાના જાળીયા ગામને અેક માસથી ચીકનગુનીયા જેવા જ વાઇરલ ઇન્ફેકશને પાેતાના અજગર ભરડામા લીધુ છે. અહી ઘરે ઘરે દર્દીના ખાટલા જાેવા મળી રહ્યાં છે. જાે કે અહી અારાેગ્ય તંત્રઅે અેક જ વખત ફાેગીંગની કામગીરી કરી છે. અેક માસથી અા પ્રકારની સ્થિતિના કારણે ગ્રામજનાે પણ મુંઝવણમા મુકાયા છે.જાળીયામા પાછલા અેક માસથી વાઇરલ ઇન્ફેકશન જાેવા મળી રહ્યું છે.

અહી દર્દીઅાેને પહેલા તાવ અાવે છે અને બાદમા હાથ પગના સાંધા જકડાઇ જાય છે. અા લક્ષણાે ચીકનગુનીયા જેવા જ લાગે છે. દર્દીઅાેને દવા લેવા છતા બિમારીમા કાેઇ ફર્ક પડતાે નથી. લેબાેરેટરી કરાવે તાે પણ દર્દીને કયા પ્રકારનુ ઇન્ફેકશન છે તે જાણી શકાતુ નથી. દર્દીઅાે અહીના સ્થાનિક સીઅેચસી કેન્દ્ર ખાતે તપાસ કરાવવા જઇ રહ્યાં છે.ગામના સરપંચ શાંતીલાલ પરમાર દ્વારા અા અંગે અારાેગ્ય તંત્રમા જાણ કરાઇ હતી. જાે કે અહી અારાેગ્ય તંત્રઅે માત્ર અેક જ વખત ફાેગીંગની કામગીરી કરી હતી.

ગામની વસતિ અંદાજીત ત્રણેક હજાર જેટલી છે. જે પૈકી અહી 700 થી વધુ દર્દીઅાે જાેવા મળી રહ્યાં છે. અેક જ ઘરના બે કે તેથી વધુ સભ્યાે તાવના ભરડામા અાવી ગયા છે. લાેકાે જણાવી રહ્યાં છે કે પહેલા તાવ અાવે છે અને બાદમા હાથ પગ અને કમર સહિત સાંધાઅાે જકડાઇ જાય છે. દર્દીઅાેનુ અાખુ શરીર જકડાઇ જતુ હાેય સવારમા ઉઠવામા પણ તકલીફ પડે છે. જેના કારણે દર્દીને ઉંચકીને ઉભા કરવા પડે છે.

દિવાળીમાં વતન અાવેલા અનેક લાેકાે બિમારીમાં સપડાયા
દિવાળીની રજામા સુરત, અમદાવાદ સહિતના શહેરામા વસતા લાેકાે પાેતાના વતન જાળીયામા અાવ્યા હતા. પરંતુ અહી રાેગચાળાની ઝપેટમા અાવી જતા બિમારીમા સપડાયા હતા. તાે અનેક લાેકાે ગામમા રાેગચાળાે જાેઇને પરત જતા રહ્યાં હતા.

ગામમાં 700 થી વધારે દર્દીઅાે છે
જાળીયાના સરપંચ શાંતીલાલ પરમારે જણાવ્યું હતુ કે ગામમા નવરાત્રીથી લઇ અાજદિન સુધી અા સ્થિતિ જાેવા મળી રહી છે. અહી ચીકનગુનીયા પ્રકારનાે જ તાવનાે વાયરાે જાેવા મળી રહ્યાે છે. હાલમા પણ 700 જેટલા લાેકાે બિમારીની ઝપેટમા અાવી ગયા છે. અા અંગે અારાેગ્ય તંત્રમા જાણ કરી હતી. જાે કે ગામમા ફાેગીંગ પણ અેક જ વખત કરાયુ હતુ.> શાંતીલાલ પરમાર, ગામના સરપંચ

જાળિયામાં વાઇરલ ઇન્ફેકશનના કેસાે છે
ડો. એ.કે.સિંઘે જણાવ્યું હતું કે જાળીયામા ચીકનગુનીયાના કેસ નથી પરંતુ વાઇરલ ઇન્ફેશનના કેસ છે. ગામમા અારાેગ્યકર્મીઅાેઅે દર્દીના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી કરી હતી. ફાેગીંગની કામગીરી પણ કરાઇ હતી.> એ. કે. સિંઘ, ડોકટર

અન્ય સમાચારો પણ છે...