તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Chief Minister Shankarsinh Vaghela Visits Farmers Affected By Tau te Hurricane In Amreli District, Requests Government To Provide Loans

મુલાકાત:અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુલાકાત લીઘી, સરકારને લોન આપવા વિનંતી કરી

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંકરસિંહ વાઘેલાએ ખેડૂતો સાથે અડધો કલાક સીધો સંવાદ કરી ખેડૂતોની વ્યથા સાંભળી

અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાજોડાએ મચાવેલી તબાહી બાદ અસરગ્રસ્ત રાજુલા જાફરાબાદ વિસ્તારની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજુલા તાલુકાના વડ ગામના ખેડુત પીઠુભાઈ બોરીચાની વાડી બાગાયતી ખેતીનું નિરીક્ષણ કર્યું અને ચારે તરફ 15થી 20 વર્ષ જૂના આંબા ધરાશય થયા તેનું નિરીક્ષણ કર્યું હતું.

પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત પાસેથી માહિતી મેળવ્યા બાદ છતડીયા ગામ નજીક 50 જેટલા ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો અને ખેડૂતોએ વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયું તે સરકાર સુધી પોહ્ચાડવા માટે રજૂઆતો કરી હતી. હાલ ગામડા 18 દિવસ થયા છતાં વીજળી નથી સાથે ખેતીવાડી વીજળી આપવા હજુ કોઈ ઠેકાણા નથી, કોઈ કામગીરી શરૂ નથી થઈ.

વાવાઝોડામાં વર્ષોથી મેહનત કરતા ધરતી પુત્રોની બાગાયતી પાક મૂળમાંથી નાશ થયો છે. કરોડોનું નુકસાન ગયું છે સરકાર આપેલી સહાયથી કોઈ ફાયદો નથી થયો. સૌથી પહેલા વરસાદ આવે તે પહેલા ખેતીવાડીની વીજળી મળે તો ખેડૂત ફરી ખેતી કામ કરી શકે. વરસાદ આવશે તો વીજળી નહીં મળે અને ખેડૂત બરબાદ થશે. આ પ્રકારની રજૂઆત ખેડૂતેએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કરી હતી. જ્યારે સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર પણ જોડાયા હતા ત્યારબાદ શંકર સિંહ વાઘેલાએ પ્રેસ યોજી હતી.

ખેડૂતોના દેવા માફ કરી નવી લોન સરકાર આપે: શંકર સિંહ વાઘેલા

પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ વૃક્ષ હટાવવા ખેડૂતોએ ખર્ચ કરવો પડશે 20 વર્ષ જૂના આંબા બહાર નીકળી ગયા છે. વીજળી હજુ આવી નથી. વરસાદ પહેલા સરકાર વીજળી આપે વરસાદ પછી નહી. ખેડૂતો માટે પહેલા દેવા માફ કરી દે ખેડૂતોને નવી લોન આપે ખેડૂત બેઠો થશે તો અર્થ તંત્ર પણ મજબૂત થશે. આ વિસ્તારમાં વિરોધ પક્ષના ધારાસભ્ય હોય તો કિનાખોરી ન કરવી જોઈએ. સરકાર પ્રેક્ટિકલ બને તો જ આ વિસ્તાર બેઠો થઈ શકશે. ગામડામાં લાઈટ નથી, પશુ ઢોર પાણી કેવી રીતે પીવે? ખેડૂત પાણી કેવી રીતે પીવે? સરકાર મહામારી કોરોનામાં નિષ્ફળ ગઈ તેવી જ રીતે આમાં પણ જશે. સરકાર કોઈ ગંભીરતા દાખવતી નથી વગર વ્યાજે ખેડૂતોને નવી લોન આપે તો ખેડૂત ફરી બેઠો થઈ શકે. આ વિસ્તારમાં માછીમાર ખેડૂત ઈટ ભઠા મીઠા ઉદ્યોગને વ્યાપક નુકસાન છે જેથી સરકારને દબાણ આવે તે માટે મેં મુલાકાત લીધી છે.

અન્ય સમાચારો પણ છે...