તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચણાની મબલખ આવક:રાજુલા માર્કેટીંગ યાર્ડમાં 40 ટકા ટેકાનાં ભાવે ચણાની ખરીદી કરાઈ

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાના ખેડૂતો ટ્રેકટર ભરી ચણા વહેચવા માટે આવી રહ્યાં છે અને રોજ 1 હજાર કટ્ટા ખરીદી કરાઇ છે. - Divya Bhaskar
જિલ્લાના ખેડૂતો ટ્રેકટર ભરી ચણા વહેચવા માટે આવી રહ્યાં છે અને રોજ 1 હજાર કટ્ટા ખરીદી કરાઇ છે.
 • 3200 રજીસ્ટ્રેશનમાંથી 1000 ખેડૂતો સેન્ટર સુધી પહોંચ્યા

રાજુલા માર્કેટીંગયાર્ડમાં 40 ટકા ટેકાના ભાવે ચણા ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી છે. અહીં સમગ્ર તાલુકામાંથી 3200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 1000 ખેડૂતોના ચણા ખરીદી લેવામાં આવ્યા છે. તેમજ માર્કેટના ખુલ્લા બજારમાં પણ ચણાની મબલખ આવક થઈ રહી છે.

રાજુલા માર્કેટીંગયાર્ડમાં કપાસ, ચણા અને ઘઉંની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. અહીં રોજના 100 ખેડૂતોના 1000 જેટલા કટાખરીદવામાં આવે છે. તેમજ માર્કેટીંગ યાર્ડમાં રૂપિયા 1020ના ટેકાના ભાવે ચણા ખરીદીમાં 3200 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં 1000 ખેડૂતોની ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી છે. યાર્ડના સેક્રેટરી રાજુભાઇ પટેલે જણાવ્યું હતું કે, હાલ 40 ટકા ચણા ખરીદી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ 60 ખેડૂતોએ ચણા વેચયા નથી.

જેના કારણે આગામી દિવસોમાં માર્કેટીંગયાર્ડમાં ચણાની આવક વધશે. યાર્ડના પ્રમુખ સગનભાઇ ધડુકે જણાવ્યું હતું કે ટેકાના ભાવે ચણા ખરીદીની સાથે સાથે 14મીથી ઘઉં ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે. જેના માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ કરાઇ છે.

તમામ ખેડૂતોના ચણા ખરીદી માટે પ્રયત્ન કરાઈ
રાજુલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીગ્નેશભાઇ પટેલે જણાવ્યું હતું કે એક દિવસમાં સેન્ટર ખાતે ખરીદી માટે 32 ખેડૂતોને બોલાવવામાં આવે છે. તમામ ખેડૂતોના ચણા ખરીદી લેવા પ્રયત્ન કરવામાં આવે છે.>જીગ્નેશભાઇ પટેલ, વેચાણ સંઘના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો