ઘઉંની ખરીદી:29મીથી ફરી ટેકાના ભાવે ચણા, ઘઉંની ખરીદી શરૂ, જિલ્લાના 9 સેન્ટર પર ખરીદી કરાશે

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના 9 સેન્ટર પર 29મીથી ફરી ટેકાના ભાવે ચણા અને ઘઉંની ખરીદી શરૂ કરાશે. કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધતા ટેકાના ભાવે ખરીદી બંધ કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેના કારણે જિલ્લાના તમામ માર્કેટીંગયાર્ડ બંધ કરવાની ફરજ પડી હતી. જેના પગલે બાબરા, બગસરા, અમરેલી, ધારી, લાઠી, ખાંભા, રાજુલા, જાફરાબાદ અને સાવરકુંડલા સેન્ટર પર ચાલતી ટેકાના ભાવે ચણા અને ઘઉંની ખરીદી બંધ કરાઈ હતી. અહીં ટેકાની ખરીદી બંધ થતા ખેડૂતો રઝળી પડ્યા હતા. તેમજ માર્કેટીંયાર્ડ પણ બંધ હોવાથી પોતાની જણસનું વેંચાણ થયું ન હતું. ત્યારે અમરેલી જિલ્લા પુરવઠા નિગમે બંધ કરેલ ટેકાના ભાવે ચણા અને ઘઉંની ખરીદી 29મીએ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અહીં ખરીદીની જાણ ખેડૂતોને એસએમએસ માધ્યમથી કરાશે.

અન્ય સમાચારો પણ છે...