વાવેતર:જિલ્લામાં ચણા, ડુંગળીનું વાવેતર શરૂ

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઠંડીનું પ્રમાણ ઓછી હોવાના કારણે ખેડૂતોને ધાણા અને જીરૂના વાવેતર માટે 15 દિવસની રાહ જોવી પડશે. - Divya Bhaskar
ઠંડીનું પ્રમાણ ઓછી હોવાના કારણે ખેડૂતોને ધાણા અને જીરૂના વાવેતર માટે 15 દિવસની રાહ જોવી પડશે.
  • ઠંડીનું પ્રમાણ વધ્યા બાદ જીરૂ અને ધાણાનું વાવેતર શરૂ થશે, ઘઉંના વાવેતરનો પણ પ્રારંભ

અમરેલી જિલ્લામાં ચણા અને ડુંગળીના વાવેતરનો પ્રારંભ થઇ ગયો છે. જો કે હજુ ઠંડીનું પ્રમાણ ઓછી હોવાના કારણે ખેડૂતોને ધાણા અને જીરૂના વાવેતર માટે 15 દિવસની રાહ જોવી પડશે. જિલ્લામાં રવિ સિઝનનો ખેડૂતોએ હોંશે હોંશે પ્રારંભ કર્યો છે. ખાસ કરીને દીપાવલીના તહેવાર બાદ વાવેતરના પ્રમાણમાં વધારો થશે. જિલ્લામાં શિયાળાનો શરૂઆત થઈ ચુકી છે. પણ હજુ ઠંડીનું પ્રમાણ ઓછું છે. જેની અસર શિયાળુ વાવેતર પર જોવા મળે છે. અત્યારે જિલ્લામાં ચણા અને ડુંગળીના વાવેતરનો પ્રારંભ થઈ ગયો છે. પણ હજુ સુધી યોગ્ય ઠંડી ન પડતી હોવાથી ધાણા અને જીરાનું વાવેતર શરૂ થયું નથી.

બીજી તરફ ઘઉંનું વાવેતર પણ શરૂ ગયું છે. ચોમાસાની સીઝનમાં ભારે વરસાદે પાક પર માઠી અસર કરી હતી. પણ ભૂતળમાં પુષ્કળ પાણીના કારણે ખેડૂતોને શિયાળુ વાવેતરમાં ઉત્પાદન વધવાની આશા છે. તેમજ જીરૂ અને ધાણાના વાવેતર માટે ખેડૂતોને હજુ 15 દિવસની રાહ જોવી પડશે. તો ગત વર્ષની સરખામણીમાં ઓણસાલ ચણા અને ડુંગળીના વાવેતર વધશે.

અન્ય સમાચારો પણ છે...