ધરપકડ:ખાખબાઇ ગામમાં છરાના ઘા ઝીંકી સાધ્વીની હત્યા કરનાર ચેલાે ઝડપાયાે

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અાશ્રમની જમીન પચાવી પાડવી હાેય કરી હતી સાધ્વીની હત્યા

રાજુલા તાલુકાના ખાખબાઇ ગામે ગત સપ્તાહે ચામુંડા અાશ્રમ બનાવીને રહેતા સાધ્વી રેખાબેન ગાેવિંદભાઇ મેરની તેના જ ચેલા અરવિંદ ડાભીઅે છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખ્યાના કેસમા અમરેલી અેલસીબીઅે અાજે હત્યારા શખ્સને રાજુલામાથી ઝડપી લીધાે હતાે. મુળ ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામના અને હાલમા રાજુલાના ખાખબાઇ ખાતે ચામુંડા અાશ્રમમા સાધ્વી સાથે જ રહેતા અરવિંદ ઉર્ફે નકાે ગાેબરભાઇ ડાભી (ઉ.વ.30) નામના શખ્સે અા હત્યા કરી હતી.

ખાખબાઇના રેખાબેન ગાેવિંદભાઇ મેર છેલ્લા વીસ વર્ષથી સાધ્વી જીવન જીવતા હતા. જયારે અરવિંદ ડાભી પણ અહી સેવક તરીકે છેલ્લા ત્રણ વર્ષથી રહેતાે હતાે. તેને અાશ્રમની જમીન પચાવી પાડવાની લાલસા જાગી હતી. અને થાેડા સમય પહેલા રેખાબેન પાસે અાશ્રમની જમીન માંગી હતી. જે અાપવાની તેણે ના પાડતા માથાકુટ થઇ હતી. અને દિવાળી પર અરવિંદ અાશ્રમ છાેડીને જતાેે રહ્યાે હતાે.

ગત સપ્તાહે સાંજના સમયે સાધ્વી રેખાબેન અાશ્રમમા દુધ દાેહી રહ્યાં હતા તે સમયે અરવિંદે ત્યાં ધસી અાવી છરીના ઘા ઝીંકી તેમની ક્રુર હત્યા કરી નાખી હતી. અા સમયે રેખાબેનના બહેન મધુબેન ભાવેશભાઇ મકવાણા પણ ત્યાં હાજર હતા. અરવિંદે તેમને પણ મારી નાખવાની ધમકી અાપી હતી. દરમિયાન નાસતા ફરતા અા શખ્સને અમરેલી અેલસીબીઅે અાજે રાજુલા નજીક હિંડાેરણા ચાેકડી પરથી ઝડપી લીધાે હતાે.

અન્ય સમાચારો પણ છે...