તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુત્રાપાડાના ખાંભા નજીકથી વન્યપ્રાણીઓના શિકારની પ્રવૃતિ સામે આવ્યા બાદ ધારી ગીરપુર્વની સાતેય રેંજમા પણ રેડ એલર્ટ કરાયુ હતુ. અહી વનવિભાગે ધારી તેમજ ખાંભામા ગીરકાંઠા વિસ્તારાેમા વિશેષ ટુકડીઓ બનાવી અત્યાર સુધીમા 150થી વધારે દંગાઓનુ ચેકીંગ કરી દંગામા રહેતા લાેકાેની પુછપરછ કરી હતી. આ કામગીરીમા 100 ઉપરાંતનાે સ્ટાફ જાેડાયાે હતેા. જાે કે હાલ સુધી શિકારની કાેઇ શંકાસ્પદ પ્રવૃતિ સામે આવી ન હતી. જેથી વનવિભાગે રાહત અનુભવી હતી.
રેવન્યુ વિસ્તારમા વન્યપ્રાણીના શિકારની પ્રવૃતિ વધી રહી હાેય ધારી ગીરપુર્વની તમામ રેંજને પણ એલર્ટ કરી દેવામા આવી હતી. તા. 3થી વનવિભાગે રેડ એલર્ટ કરી દીધુ હતુ. સુત્રાપાડાના ખાંભા નજીકથી ફાંસલામા સિંહબાળ, શિયાળ મળી આવ્યા બાદ વનવિભાગે શિકારીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી. જેને પગલે ગીરપુર્વની તમામ રેંજમા પણ ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી ચેકીંગની કાર્યવાહી શરૂ કરવામા આવી હતી. જુદીજુદી સાતેય રેંજના મળી 100 ઉપરાંતના સ્ટાફને કામે લગાડી દેવામા આવ્યાે હતાે. ખાસ કરીને ધારી અને ખાંભા રેવન્યુ વિસ્તારમા દંગા બાંધીને વસવાટ કરતા લાેકાેની પુછપરછ શરૂ કરી દેવામા આવી હતી.
એક રેંજના આરએફઓ, રાઉન્ડ ફાેરેસ્ટર સહિત ચારથી પાંચ લાેકાેની ટીમ બનાવી દેવામા આવી હતી. અને રેવન્યુ વિસ્તારમા દંગાનુ ચેકીંગ કરાયુ હતુ. વનવિભાગ દ્વારા અત્યાર સુધીમા 150થી વધારે દંગાનુ ચેકીંગ કરાયુ હતુ. જાે કે કાેઇ શિકારની શંકાસ્પદ હિલચાલ નજરે પડી ન હતી. ગીરપુર્વની તુલસીશ્યામ રેંજ, હડાળા રેંજ, દલખાણીયા રેંજ, સરસીયા રેંજ, પાણીયા રેંજ, જસાધાર રેંજ તેમજ સાવરકુંડલા રેંજના કર્મચારીઓને ચેકીંગની કામગીરીમા જાેડવામા આવ્યા હતા. જાે કે અત્યાર સુધીમા વનવિભાગને કાેઇ શંકાસ્પદ પ્રવૃતિ દેખાઇ ન હતી જેથી વનવિભાગે પણ હાશકારાે અનુભવ્યાે હતાે.]
જંગલને અડીને આવેલા વિસ્તારાે પર વધારે ફાેકસ
શિકારી ગેંગ જંગલને બદલે રેવન્યુ વિસ્તારમા વસવાટ કરતા સિંહ સહિત વન્યપ્રાણીઓનાે શિકાર કરવાની માેડસ ઓપરેન્ડી ધરાવતી હાેય વનવિભાગે જંગલને અડીને આવેલા વિસ્તારાે પણ વધારે ફાેકસ કર્યુ હતુ. અને અહી દંગા બાંધીને રહેતા લાેકાેની પુછપરછ કરાઇ હતી.
ખેડૂતાેનાે પણ સારાે સહકાર મળ્યાે
વનવિભાગ દ્વારા રેડ એલર્ટ બાદ ચેકીંગની કામગીરી હાથ ધરવામા અાવી હતી. ત્યારે ગીરકાંઠા નજીક ગ્રામ્ય વિસ્તારાેમા ખેડૂતાેનાે પણ પુરતાે સાથ સહકાર મળ્યાે હતેા. વનવિભાગ દ્વારા ખેડૂતાેને પણ સમજ આપી આવી કાેઇ શંકાસ્પદ પ્રવૃતિ નજરે પડે તાે વનવિભાગને જાણ કરવા અનુરાેધ કરાયાે હતેા.
રાત્રીના સમયે વિશેષ તકેદારી રખાઇ
વનવિભાગ દ્વારા રાત્રીના સમયે પણ વિશેષ તકેદારી રખાઇ હતી. ખાસ કરીને ગીરકાંઠા નજીકના ગ્રામ્ય વિસ્તારાે તેમજ સીમ વિસ્તારમા સઘન પેટ્રાેલીંગ કરાયુ હતુ. રાત્રીના સમયે પણ શંકાસ્પદ જણાતા લાેકાેની પુછપરછ કરાઇ હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.