રજુઆત:ખેડૂતોને ખેતીવાડી વીજ કનેકશન મેળવવા ચતુર્સીમાનો દાખલો પોતાની સહિથી જ ચાલશે

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તલાટી મંત્રી પાસેથી મેળવવો ફરજીયાત નથી
  • સંકલનની બેઠકમાં પ્રશ્ન અંગે સાંસદ દ્વારા રજુઆત કરાઇ

અમરેલી જિલ્લામા ખેડૂતોને ખેતીવાડી વિજ જોડાણ મેળવવા પીજીવીસીએલ વિભાગ તરફથી તલાટી કમ મંત્રી પાસેથી ચતુર્સીમાનો દાખલો અને 7/12મા પિયતના સ્ત્રોતનો ઉલ્લેખ હોય તો પણ પાણી પત્રક 16 નંબર માંગવામા આવતુ હોય આ પ્રશ્ને સાંસદ દ્વારા સંકલન બેઠકમા રજુઆત કરાઇ હતી. સાંસદ નારણભાઇ કાછડીયા દ્વારા આ પ્રશ્ન અંગે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમા રજુઆત કરતા તેનુ નિરાકરણ આવ્યું હતુ. સાંસદે જણાવ્યું હતુ કે જે ખેડૂત નવુ ખેતીવાડી વિજ જોડાણ મેળવવા અરજી કરે ત્યારે તેમણે ચતુર્સીમાનો દાખાલે પોતાની સહીથી જ આપવાનો હોય છે.

તલાટી કમ મંત્રી પાસેથી દાખલો મેળવવો ફરજીયાત નથી. ઉપરાંત ખેડૂત ખાતેદારના નમુના નં-12મા પિયત સ્ત્રોત તરીકે દાર, કુવા દર્શાવેલ હોય તો તેઓએ તલાટી મંત્રી પાસેથી અન્ય કોઇપણ પ્રકારનો આધાર કે પાણી પત્રક 16 નંબર આપવાનો રહેતો નથી. જો માંગણીવાળા સર્વે નંબરમા દાર, કુવો સંયુકત કે મજમુ હોય તો જ અલગથી સંમતિ માટે દાખલો આપવાનો રહે છે. તેથી કોઇપણ ખેડૂત ખાતેદાર પાસેથી વિજ કંપની તરફથી આ પ્રકારના દાખલાઓનો આગ્રહ રાખવામા આવે તો સાંસદ કાર્યાલયનો સંપર્ક સાધવા જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...