ગૌશાળામાં આગ:ધારીના ભાડેર ગામની ગૌશાળામાં આગ લાગતા અફરાતફરી, ફાયરની ટીમે ભારે જહેમત કાબુ મેળવ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગ વધુ પ્રસરે તે પહેલા અમરેલી ફાયર વિભાગની ટીમે કાબુ મેળવતા મોટુ નુકસાન થતું અટક્યું

અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે આગના બનાવ સતત વધી રહ્યા છે. ત્યારે આજે ફરી વધુ એક આગની ઘટના સામે આવી છે. ધારીના ભાડેર ગામમાં આવેલી કામધેનુ ગૌશાળામાં અચાનક આગ લાગતા ગ્રામજનો દ્વારા ટેલિફોનિક અમરેલી ફાયર કંટ્રોલ રૂમમાં કરવામાં આવી હતી. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ આગની ઘટનામાં ગૌશાળા સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. જોકે, ગૌશાળામાં આગ લાગતા થોડા પ્રમાણમાં ઘાસચારો બળીને ખાખ થઇ ગયો છે. ફાયક વિભાગે તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવતા મોટા પ્રમાણાં નુકસાન થતું અટક્યું છે. જેના કારણે ગ્રામજનોએ ફાયર વિભાગનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...