રજુઆત:અમરેલી-દામનગર એસટી બસના રૂટમાં ફેરફાર કરો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એબીવીપી દ્વારા વિભાગીય અધિકારીને રજુઆત કરાઇ

અમરેલીથી દામનગર ઉપડતી એસટી બસમા ફેરફાર કરવાની માંગ સાથે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિભાગીય અધિકારીને રજુઆત કરી છે.અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમરેલી શહેર અધ્યક્ષ પ્રા.જે.એમ.તળાવીયા દ્વારા એસટીના વિભાગીય અધિકારી બ્રિજરાજસિંહ જાડેજાને કરાયેલી રજુઆતમા જણાવ્યું હતુ કે દામનગરથી લાઠી તેમજ અમરેલી અંદાજીત 70 જેટલા વિદ્યાર્થીઓ જુદીજુદી શાળા કોલેજમા અભ્યાસ કરે છે. આ ઉપરાંત અનેક કર્મચારીઓ પણ અપડાઉન કરતા હોય છે. પરંતુ અમરેલી દામનગર રૂટની બસ સવારે 5:55 કલાકે ઉપડતી હતી અને દામનગરથી 7 કલાકે પરત ફરતી હતી.

આ બસમા ટ્રાફિક મળતો હોવા છતા બંધ કરી દેવામા આવી છે.જયારે અમરેલીથી દામનગર સવારે 8:15 કલાકે ઉપડતી બસ દામનગરથી 9:30 કલાકે પરત ફરતી હતી તેમજ અમરેલીથી બપોરે 4:10 કલાકે ઉપડતી બસ અને દામનગરથી સાંજે 5:25 કલાકે પરત ફરતી બસ પણ બંધ કરી દેવામા આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓને હાડમારી વેઠવી પડી રહી છે. ત્યારે આ બસ શરૂ કરવામા આવે તે જરૂરી છે.

જયારે દામનગર અમરેલી બસનો ઉપડવાનો સમયે સવારે 6:15 કલાકના બદલે 6:45 કલાકનો કરવામા આવે જેથી છાત્રો સમયસર શાળા કોલેજ પહોંચી શકે. આ પ્રશ્ને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા અને વિમલભાઇ નથવાણીને પણ પત્ર પાઠવી જાણ કરવામા આવી છે.

અમરેલી-કાચરડી અને ભોરીંગડા રૂટની બસનો સમય બદલાવો
​​​​​​​રજુઆતમા એમપણ જણાવાયું હતુ કે અમરેલી કાચરડી બસનો સમયે સાંજે 7 કલાકનો છે તેના બદલે સાંજે 6 કલાકનો કરવામા આવે તેમજ અમરેલી ભોરીંગડા રૂટની બસનો સમય સાંજે 5 કલાકનો છે તે બરાબર છે પરંતુ 5:15 કલાકે અમરેલીથી દામનગર અને ત્યાંથી આગળ ખારાપાટના ગામડાની એક વધારાની બસ લંબાવવામા આવે તો બપોર પછીની પાળીના છાત્રાનો સુવિધા મળી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...