હાલાકી:ચાંદગઢ- જીરા માર્ગ બિસ્માર, લોકોને 20 કિમી ફરી જવું પડે છે

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાહન ચાલકોને હાલાકી, નવાે માર્ગ બનાવવા ઉઠી માંગ

અમરેલી તાલુકાના ચાંદગઢ જીરાનાે ચાર કિમીનાે માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલતમા બની ગયાે છે જેના કારણે ગ્રામજનાેને મુશ્કેલી પડી રહી છે. ચાેમાસામા તાે અા માર્ગ બંધ થઇ જતાે હાેય લાેકાેને 20 કિમી ફરીને જવુ પડી રહ્યું છે.

ચાંદગઢ જીરાનાે ચાર કિમીનાે માર્ગ તાકિદે મંજુર કરવામા અાવે તેવી માંગ ઉઠી છે. અા માર્ગ પાછલા ઘણા સમયથી બિસ્માર હાલતમા છે. ચાેમાસા દરમિયાન માર્ગ બંધ થઇ જાય છે જેના કારણે લાેકાેને દુર સુધી ફરીને જવુ પડી રહ્યું છે. અા માર્ગ કાચાે હાેવાના કારણે તાકિદે નવાે માર્ગ બનાવવામા અાવે તેવી માંગ ઉઠી છે.

અા માર્ગ બને તાે અાસપાસના પાંચથી સાત જેટલા ગામના લાેકાેને ફાયદાે થાય તેમ છે.અા ઉપરાંત ચાંદગઢ ચરખાનાે ત્રણ કિમી માર્ગ પણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યાેજનામા મંજુર કરવામા અાવે અને તાત્કાલિક જાેબ નંબર ફાળવવામા અાવે તેવી ગ્રામજનાે માંગ ઉઠાવી રહ્યાં છે. હાલ તાે અા માર્ગ કાચાે અને બિસ્માર હાલતમા હાેય અહીથી પસાર થતા વાહન ચાલકાેને પારાવાર મુશ્કેલીનાે સામનાે કરવાે પડી રહ્યાે છે.આમ, જો નવો માર્ગ બનાવવામાં આવે તો લોકોને પડતી હાલાકી દૂર થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...