તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ચલાલા નગરપાલિકાનું રૂા. 9.35 કરોડનું વિકાસ લક્ષી બજેટ મંજુર

ચલાલા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચલાલા નગરપાલિકા બજેટ અંગે મળેલી બેઠક. - Divya Bhaskar
ચલાલા નગરપાલિકા બજેટ અંગે મળેલી બેઠક.
 • શહેરમાં આવનાર સમયમાં વિકાસના કામો હાથ ધરાશે
 • પ્રમુખે રજુ કરેલ બજેટમાં તમામ સદસ્યોનો સર્વાનુમત રહ્યો

ચલાલા નગરપાલિકામાં પ્રમુખ ગીતાબેન કારીયાના અધ્યક્ષસ્થાને 2021 - 22નું 9.35 કરોડનું વિકાસ લક્ષી બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. શહેરમાં આવનારા સમયમાં રોડ -રસ્તા, પાણી અને સફાઈ જેવા વિકાસના કામો હાથ ધરવામાં આવશે.

ચલાલામાં દાનેવ સેવાસદનના મીટીંગ હોલમાં પાલિકા પ્રમુખ ગીતાબેન કારીયાના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર ગોહિલ, ઉપપ્રમુખ જયરાજભાઇ વાળા અને તમામ સભ્યોની ઉપસ્થિતિમાં બજેટ સભા મળી હતી. જેમાં ધારાસભ્ય જે.વી કાકડિયાના માર્ગદર્શન હેઠળ 2021- 22ના વર્ષ માટે રૂપિયા 93531000 અંદાજીત બજેટ પ્રમુખ ગીતાબેન કારીયાએ રજૂ કર્યું હતું.

ચલાલા નગરપાલિકામાં પ્રમુખે રજુ કરેલ બજેટ તમામ સદસ્યોએ સર્વાનુમતે મંજુર કર્યું હતું. તેમજ બજેટમાં આગામી વર્ષમાં શહેરભરમાં રોડ રસ્તા, પાણી, લાઇટ, સફાઈ અને ભૂગર્ભ ગટર જેવી પ્રાથમિક સુવિધા માટે નાણાંના ખર્ચ માટે જોગવાઈ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો