તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાહન વ્યવહાર બંધ કરવાનો નિર્ણય:અમરેલીમાં ચક્કરગઢ રોડ હજુ બંધ

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
કામ થયાના 3 દિવસ બાદ પણ રોડ બંધ છે. - Divya Bhaskar
કામ થયાના 3 દિવસ બાદ પણ રોડ બંધ છે.
 • પાલિકાએ અધૂરા રોડની કામગીરી માટે 25 માર્ચ સુધી માર્ગ બંધ કર્યો હતો

અમરેલીમાં ચક્કરગઢ રોડ પર છેલ્લા બે માસથી 30 ફૂટના માર્ગની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી હતી. અહીં નગરપાલિકાએ તેની કામગીરી માટે માર્ગને 25 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. પણ અહીં રોડની કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં પણ કોન્ટ્રાકટર અને પાલિકાએ હોળી જેવા તહેવારમાં પણ રોડ ખુલ્લો કર્યો નથી.

અમરેલીના ચક્કરગઢ રોડ પર નગરપાલિકાની મનમાની જોવા મળી રહી છે. અહીં પાલિકાએ રેલવે ફાટકથી સાવરકુંડલા બાઇપાસ સુધી આરસીસી રોડની કામગીરી હાથ ધરી હતી. પણ ચક્કરગઢ રોડ રેલવે ફાટક પાસે છેલ્લા બે માસથી 30 ફૂટ જેટલા રોડની કામગીરી અધૂરી હતી. અનેક રજૂઆત બાદ અંતે નગરપાલિકાએ અધૂરા માર્ગની કામગીરી શરૂ કરી હતી. જેના કારણે નગરપાલિકાએ દસ દિવસ સુધી ચક્કરગઢ રોડ પર વાહન વ્યવહાર બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.

ચક્કરગઢ રોડ પર 25 માર્ચના રોજ માર્ગને ખુલ્લો કરવાનું પાલિકાએ જાહેર કર્યું હતું. પણ ત્રણ દિવસ વિતવા છતાં પણ નગરપાલિકા કે પછી કોન્ટ્રાક્ટરે માર્ગને ખુલ્લો કર્યો નથી. વાહન ચાલકો ધૂળના ઢગલાઓ ઉપરથી પસાર થાય છે. નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે હોળી અને ધુળેટી જેવા તહેવારમાં લોકો પરેશાન થઇ રહ્યા છે. તેમજ અહીં અકસ્માત સર્જાશે. તો જવાબદારી કોની તેવા લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો