તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:અમરેલીમાં ચાડિયા અને ઈશ્વરિયામાં 3000 વૃક્ષનું વાવેતર કરી ઉછેર કરાશે

અમરેલી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ સંકુલના ગાર્ડન માટે પણ જુદા- જુદા પ્રકારના વૃક્ષના રોપા અર્પણ કરશે

અમરેલીના ચાડીયા અને ઇશ્વરીયા ગામે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ 3000 વૃક્ષનું વાવેતર કરી સેવાકીય સંસ્થાની મદદથી તેમનો ઉછેર કરશે. ટ્રસ્ટેના પ્રમુખ વિજયભાઇ ડોબરીયાએ શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લીધી હતી. તે દરમિયાન સંકુલના વિશાલ ગાર્ડનમાં વૃક્ષ વાવેતર માટે રોપા વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો.

રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે અમરેલી તાલુકાના ચાડીયામાં 1500 અને ઇશ્વરીયા ગામમાં 1500 વૃક્ષ અન્નપૂણા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વાવેતર કરી તેમનો ઉછેર કરશે. અહીં વૃક્ષ વાવી બંને ગામોને ગોકુળીયુ ગામ બનાવશે. આ તકે અન્નપૂણા ટ્રસ્ટના પ્રમુખ હસમુખભાઇ ગઢીયા, પ્રવીણભાઇ પાનસુરીયા, ધનસુખભાઇ ભંડેરી, ધીરૂભાઇ ભંડેરી અને વલ્લભભાઇ રામાણી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બીજી તરફ તેમણે શાંતાબેન હરિભાઇ ગજેરા શૈક્ષણિક સંકુલની મુલાકાત લીધી હતી. અહીં સંસ્થાના ચતુરભાઇ ખૂટ, મનસુખભાઇ ધાનાણી, વલ્લભભાઇ રામાણી, મગનભાઇ વસોયા અને મુકેશભાઇ શિરોયાએ તેમને આવકાર્યા હતા.તેમણે વાવાઝોડામાં નુકશાન થયેલ અને નાશ પામેલ વૃક્ષને ફરી વાવવા માટે રોપા આપવાની ઓફર કરી હતી. આ તકે વરસાણીભાઇ અને યોગેશભાઇ પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...