તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:લગ્નનું સર્ટિ. લેવા આવેલા યુવક પર યુવતીના કાકા-ભાઇનો હુમલો

અમરેલી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહુવાનો યુવાન પાડોશી યુવતીને ભગાડી જતા માર પડ્યો
  • અમરેલીથી યુવતીને બળજબરીથી કારમાં બેસાડી લઇ ગયા

મહુવામાં એક યુવાનને પાડોશી યુવતી સાથે પ્રેમસબંધ થયા બાદ તેની સાથે પ્રેમ લગ્ન કરવા તેને ભગાડી ગયો હતો. પ્રેમી અને યુવતી બન્ને પ્રેમ લગ્ન કરવા માટે અમરેલી પોહોચી ગયા હતા. જ્યા પ્રેમ લગ્ન કર્યા બાદ વકીલની ઓફીસે લગ્નનુ સર્ટી લેવા માટે પહોચ્યા હતા. આ સમયે જ યુવતીના કાકા અને ભાઇ સહિતના પહોચ્યા હતા. યુવતીના કાકા અને ભાઇ સહિતના શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો માર માર્યો હતો અને યુવતીને પોતાની કારમાં લઇ ગયા હતા. સમગ્ર બનાવ અંગે યુવાને સીટી પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકની ફરીયાદ પરથી તપાસ શરૂ કરી છે અને યુવતીને બળજબરીથી પોતાની સાથે લઇ જનાર શખ્સોની શોધખોળ શરૂ કરી છે. .

યુવક પર હુમલાે કરી તેની પત્નીનુ કારમા અપહરણ કરાયાની અા ઘટના અમરેલીના જિલ્લા પંચાયત રાેડ પર ગઇકાલે બપાેરે બની હતી. મહુવાના ઘનશ્યામનગરમા રહેતા નરેશ મનુભાઇ બાંભણીયા (ઉ.વ.25) નામના યુવકને તેની બાજુમા રહેતી અારતી વિજયભાઇ રાઠાેડ સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ થઇ ગયાે હતાે. અારતીની સગાઇ બીજી જગ્યાઅે થવાની હાેય બંનેના પરિવારના લાેકાે તેમના લગ્ન કરાવી નહી દે તેવુ લાગતા ગત 8મી તારીખે બંને ઘરેથી નાસી ગયા હતા. અને અમરેલી અાવી રજીસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા.

ગઇકાલે બંને જિલ્લા પંચાયત સામે વકિલની અાેફિસે મેરેજ સર્ટી લેવા માટે અાવ્યા હતા. ત્યારે અારતીના કાકા સંજય મધુભાઇ રાઠાેડ તથા ભાઇઅાે ભાવેશ ભરતભાઇ રાઠાેડ અને સુનીલ ભરતભાઇ રાઠાેડ તથા બીજા છ અજાણ્યા શખ્સાે બાઇક અને કાર લઇ ત્યાં અાવી પહાેંચ્યા હતા. અા શખ્સાેઅે નરેશ પર પાઇપ વડે હુમલાે કરી મારમાર્યાે હતાે. અાને મારી નાખાે તેમ કહી ઢીકાપાટુનાે માર પણ માર્યાે હતાે અને તેનુ અપહરણ કરવા પ્રયાસ કર્યાે હતેા. જાે કે યુવક છટકી ગયાે હતાે. અા શખ્સાે અારતીને બળજબરીથી કારમા લઇ નાસી ગયા હતા. જે અંગે યુવકે સીટી પાેલીસ મથકે દાેડી જઇ ફરિયાદ નાેંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...