તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવકાર:કેંદ્ર સરકારે નવું સહકાર મંત્રાલય બનાવવાનો નિર્ણય કર્યો, દિલીપ સંઘાણીએ કહ્યું- 'સહકારથી સમૃદ્ધિનો માર્ગ ઝડપી બનશે'

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમૂલ,ઇફકો,નાફેડ,અને સહકારી ક્ષેત્રે ખૂબ મોટો ફાયદો થશે -દિલીપ સંઘાણી

કેંદ્ર સરકારે નવું જ સહકાર મંત્રાલય ઉભું કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પૂર્વમંત્રી અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ કેંદ્ર સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે, નવા મત્રાલયના કારણે સહકારી સંસ્થાઓના વિકાસ પર વધુ ધ્યાન આપી શકાશે.

સંઘાણીએ કહ્યું કે, અત્યાર સુધી કૃષિ અને સહકારિતા મંત્રાલય એક હતું, જેથી સહકાર વિભાગને જે મહત્વ મહળવું જોઈએ તે ક્યારે નહોતું મળતું. પરંતુ, હવે અલગ મંત્રાલય, મંત્રી અને સેક્રેટરી મળશે જેથી સહકારી ક્ષેત્રના વિકાસમાં સરળતા રહેશે.

અન્ય સમાચારો પણ છે...