વિરોધ:કોવાયામાં સિમેન્ટ કંપનીના કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાલ પર

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખીલ ભારતીય સિમેન્ટ મજદૂર મહાસંઘના નેજા હેઠળ વિરોધ પ્રદર્શન કર્યુ

રાજુલા તાલુકાના કોવાયામા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કર્મચારીઓનો પગાર વધારો રોકવામા આવતા તેના વિરોધમા કર્મચારીઓએ એક દિવસીય હડતાલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. કોવાયામા આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમા સીએમએ તરફથી એપ્રિલ 22નો પગાર વધારો રોકવામા આવતા કર્મચારીઓમા કચવાટ ફેલાયો હતો. જેને પગલે અખીલ ભારતીય સીમેન્ટ મજદુર મહાસંઘના નેજા હેઠળ અલ્ટ્રાટેક સિમેન્ટ મહાસંઘના આદેશથી કર્મચારીઓ એક દિવસ હડતાલ પર ઉતરી ગયા હતા.

કંપની ખાતે કર્મચારીઓ એકઠા થયા હતા અને પગાર વધારાની માંગ કરી હતી. અહી કર્મચારીઓએ વહેલી તકે પગાર વધારો કરવામા આવે તેવી માંગ કરી હતી. આ પ્રશ્નનો કોઇ ઉકેલ નહી આવે તો આગામી દિવસોમા આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...