સહકાર સપ્તાહની ઉજવણી:અમરેલી જિલ્લામાં 14મીથી સહકાર સપ્તાહની ઉજવણી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રી રૂપાલાના હસ્તે ધ્વજવંદન કરાશે

37મા અખીલ ભારત સહકારની ઉજવણી સમગ્ર દેશમા આગામી 14મીથી 20 સુધી કરવામા આવશે. ત્યારે અમરેલી જિલ્લામા પણ સહકારી સપ્તાહની ઉજવણી કરાશે. અહી કેન્દ્રીય મંત્રી રૂપાલાના હસ્તે ધ્વજવંદન કરાશે. આગામી 14/11થી તા. 20/11 સુધી અખીલ ભારત સહકારની ઉજવણી સમગ્ર દેશમા કરવામા આવશે. ત્યારે અમરેલી જિલ્લાની તમામ સહકારી સંસ્થાના સહીયારા પ્રયાસથી દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા સહકારી સંઘ દ્વારા 67મા અખીલ ભારત સહકાર સપ્તાહનાે પ્રારંભ કરાશે.

અહી કેન્દ્રીય કૃષિમંત્રી પરશાેતમભાઇ રૂપાલાના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમનુ આયાેજન આગામી 14મીઅે કરાયુ છે. સવારે 9 કલાક યાેજાનાર આ કાર્યક્રમમા સાંસદ નારણભાઇ કાછડીયા, અશ્વિનભાઇ સાવલીયા, જયંતીભાઇ પાનસુરીયા, મનીષભાઇ સંઘાણી વિગેરે ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...