તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Celebration Of 67th Cooperation Week In Amreli, Flag Salute At The Hands Of Union Minister Rupala, 1 Lakh Crore Allocated By Government Of India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘ્વજવંદન:અમરેલીમાં 67માં સહકાર સપ્તાહની ઉજવણી, કેન્દ્રિય મંત્રી રૂપાલાના હસ્તે ઘ્વજવંદન કરાયું, ભારત સરકાર દ્વારા 1 લાખ કરોડ ફાળવાયા

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાત રાજ્ય સહકારી સંઘની માર્ગદર્શીકા મુજબ અમરેલી જીલ્લાની સહકારી સંસ્થાઓ અમરેલી જીલ્લા સહકારી સંઘ, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક લી., અમરેલી જીલ્લા સહકારી દુધ સંઘ લી. અને અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ટીમ સહકાર દ્વારા ૬૭ માં અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.ભારત સરકાર કેંન્દ્રીય કૃષિમંત્રી પુરશોત્તમભાઇ રૂપાલાના વરદ હસ્તે સહકારી ધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવેલ હતુ. દિલીપભાઇ સંઘાણીના અધ્યક્ષ સ્થાને અને સાંસદ નારણભાઇ કાછડીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતુ કે, સહકારી સંસ્થાઓ સમાજના આર્થિક સામાજીક અને સાસ્કૃતિક વિકાસમાં શેક આઝાદી કાળથી ખુબજ અગત્યનુ યોગદાન આપી રહી છે.

ત્યારે ૩૫ પ્રકારની સહકારી સંસ્થાઓ હાલ અસ્થિત્વ ધરાવે છે. નાફેડ, ઇફ્કો, ક્રિપ્કો, અમુલ, એન.સી.ડી.સી જેવી અનેક સંસ્થાઓ ખેડુતો અને પશુપાલકોના હીત માટે કાર્યકરી રહી છે. કૃષીમંત્રી પરશોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે સહકારી ક્ષેત્રમા આજ સુધીમાં વિવિધ ક્ષેત્રમાં ખુબજ સારૂ કામ થયેલ છે. પરંતુ હજુ ઘણુ કરવાનુ બાકી છે. ત્યારે ભારત સરકાર દ્વારા ૧ લાખ કરોડ જેવી રકમની વિવિધ યોજનાઓ દ્વારા સહકારી ક્ષેત્ર માટે ફાળવવામાં આવેલ છે. તો ખાસ કરીને સેવા મંડળીઓ, દુધ મંડળીઓ, પીયત મંડળીઓ સ્વરઉર્જા મંડળીઓ, જેવી મંડળીઓ ગ્રામ્ય ઉથ્થાનમાં માટે મહત્વની ભુમીકા ભજવી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો