તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળી ઉત્સવ:ઉમંગ, ઉલ્લાસ સાથે દિપાવલીની ઉજવણી

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફટાકડા બજારમાં ધૂમ ઘરાકી નિકળી: ફરસાણ, મીઠાઇ અને કાપડની દુકાનોમાં પણ ગ્રાહકોની ભીડથી વેપારીઓને રાહત
 • કાેરાેનાને કાેરાણે મૂકી લાેકાેઅે અાતશબાજી અને રાેશની માણી : સોશ્યલ મિડિયાથી શુભેચ્છા પાઠવવાનો ટ્રેન્ડ વધ્યો

પ્રકાશના પર્વ દિપાવલીની અમરેલીમા આજે લાેકાેએ ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરી હતી. કાેરેાના કાળની નિરાશાજનક સ્થિતિ વચ્ચે લાંબા સમય બાદ લાેકાેના ચહેરા પર ઉમંગ જાેવા મળ્યાે હતાે. બજારમા ઘરાકી નીકળતા વેપારીઓના ચહેરા પર ખુશી દેખાઇ હતી. શાનદાર રાેશની અને આતશબાજીએ જન માનસને પ્રફુલ્લિત કર્યુ હતુ. નવા વર્ષના વધામણા માટે લાેકાેમા અનેરાે થનગનાટ નજરે પડી રહ્યાે છે.

સમગ્ર અમરેલી જિલ્લામા આજે પરંપરાગત રીતે દિપાવલી પર્વની ઉમંગ ઉલ્લાસ સાથે ઉજવણી થઇ હતી. બપાેર પછીના શુભમુર્હુતાેમા વેપારીઓ દ્વારા પુજન વિધી હાથ ધરવામા આવી હતી. પાછલા કેટલાક સમયથી કાેરાેનાની મહામારીએ જન માનસ પર ઉંડી અસર કરી હતી. પરંતુ દિપાવલીના પાવન તહેવાર પર સર્વત્ર નવી ઉર્જાનાે સંચાર થયાે છે. દિપાવલીનાે સુર્યાેદય નવી આશાઓ અને અરમાનાે સાથે થયાે હતાે.

આજે દિવાળીના દિવસે શહેરની બજારમા સારી એવી ઘરાકી જાેવા મળી હતી. શહેરની તમામ મુખ્ય બજારાે ગ્રાહકાેથી ઉભરાઇ હતી. ફટાકડા બજારમા પણ છેલ્લા ચાેવીસ કલાકથી ઘરાકી જાેવા મળી હતી. આ વર્ષે તદન ઘરાકી નહી રહે તેવી ફટાકડાના વેપારીઓને આશંકા હતી. પણ છેલ્લી ઘડીની ઘરાકીથી તેમને રાહત થઇ હતી. બજારમા ફરસાણ અને મીઠાઇના વેપારીઓને ત્યાં સારી એવી ઘરાકી હતી. તૈયાર વસ્ત્રાેની લાેકાેએ માેટા પ્રમાણમા ખરીદી કરી છે.

સામાન્ય રીતે અમરેલીના વેપારીઓ બેસતા વર્ષ સુધી દુકાનાે ખુલી રાખી પછીના લાભપાંચમ સુધીના દિવસાેમા હરવા ફરવા નીકળી પડે છે. આ વર્ષે મહામારીના સમયમા તેમા પણ પરિવર્તન જાેવા મળશે. શહેરના લાેકાેએ સાેશ્યલ મિડીયાના માધ્યમથી એકબીજા પર દિપાવલીની શુભેચ્છાઓ વરસાવી હતી.

શહેરમાં રાત્રે શાનદાર આતશબાજી
અમરેલીનુ આકાશ રાત્રીના સમયે આતશબાજીથી ઝળહળી ઉઠયું હતુ. આમ તાે દર વર્ષે અહીના લાેકાે દિપાવલી પર માેટા પ્રમાણમા આતશબાજી કરે છે. મંદીની સ્થિતિ વચ્ચે પણ આ વખતે તેમા કાેઇ વિશેષ કચાસ જાેવા મળી ન હતી. શહેરનુ આકાશ વ્યાપક પ્રમાણમા આતશબાજીથી ઝળહળા થયુ હતુ.

અમરેલીની બજારને રાેશનીનાે શણગાર
શહેરના વેપારીઓએ પાેત પાેતાના ધંધાના સ્થળાેને અવનવી રાેશનીથી શણગાર્યા છે. સાંજ પડતા જ શહેરની બજારમા રાેશનીના આ ઝળહળાટે લાેકાેના મન માેહ્યાં હતા. શહેરના રહેણાંક વિસ્તારમા પણ લાેકાેએ પાેત પાેતાના રહેઠાણ પર રાેશનીનાે શણગાર કર્યાે હતાે. દિવડાઓ અને રંગાેળીથી લાેકાેએ આંગણા સુશાેભિત કર્યા હતા.

ટ્રાફિકને નિયંત્રિત કરવા પાેલીસની મથામણ
છેલ્લા ત્રણ દિવસથી અમરેલીની બજારમા ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી છે. ખરીદી માટે આવતા માેટાભાગના લાેકાે દ્રિચક્રી વાહન કે કાર લઇ આવતા હાેય પાર્કિંગની માેટી સમસ્યા સર્જાઇ હતી. જાે કે આજે પણ પાેલીસે ટ્રાફિક સુચારૂરૂપે જળવાઇ તે માટે ખાસ્સી મથામણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો