સુવિધા:રાજુલા શહેરમાં બે અલગ અલગ સોસાયટીમાં ધારાસભ્યના હસ્તે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું

અમરેલી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલા નગરપાલિકામાં પ્રમુખનો ચહેરો બદલાય તેવી શક્યતાઓ

અમરેલી જિલ્લાની કૉંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકામાં અલગ અલગ યોજનાઓ હેઠલ મંજૂર થયેલા રસ્તાઓના કામનું આજે ધારાસભ્ય અંબરીશ ડેરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.

રાજુલા શહેરમાં છતડીયા રોડ પર આવેલી ક્રિષ્નાપાર્ક સોસાયટી અને જાફરાબાદ રોડ પર આવેલી રેન્બો સોસાયટીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરના હસ્તે રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે સ્થાનિક નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સહિત કોંગ્રેસના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે ખાતમુહૂર્ત કરાયેલા રસ્તાની કામગીરી ઝડપી પૂર્ણ થાય અને માર્ગ સારી ગુણવત્તા વાળા બને તેવી સ્થાનિકોએ આશા વ્યકિત કરી હતી.

રાજુલા નગરપાલિકાના પ્રમુખ બદલાય તેવી શક્યતાકૉંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકામાં સાડા ત્રણ વર્ષના શાસનમાં પાંચ પ્રમુખો બદલી ચૂક્યા છે. ત્યારે વધુ એક વાર આગામી 25 તારીખે પ્રમુખનો ચહેરો બદલાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. રજનીભાઈ જાલંધરા, છત્રજીતભાઈ ધાખડા, ઘનશ્યામભાઈ વાઘ, કનુભાઈ ધાખડા અને રમેશભાઈ કાતરિયામાંથી કોઈ એકની નવા પ્રમુખ તરીકે વરણી થાય તેવી ચર્ચાઓ છે.

અન્ય સમાચારો પણ છે...