કાર્યવાહી:કેરીના પૈસાની ઉઘરાણી કરતા યુવક પર પથ્થર વડે હુમલો

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સોએ બોલાચાલી કરી ગાળો આપી

જાફરાબાદ તાલુકાના ધોળાદ્રીમા રહેતા એક યુવકે કેરીના પૈસાની ઉઘરાણી કરતા બે શખ્સોએ બોલાચાલી કરી છુટા પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

યુવકને મારમાર્યાની આ ઘટના જાફરાબાદના ધોળાદ્રીમા બની હતી. અહી રહેતા લાખાભાઇ દાનાભાઇ પરમાર (ઉ.વ.32) નામના યુવાને નાગેશ્રી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ચાર પાંચ દિવસ પહેલા તેમણે જેન્તી રામભાઇ પરમારને કેરી આપી હતી. તેના પૈસા માંગતા તેણે પૈસા આપવાની ના પાડી જેમફાવે તેમ ગાળો આપી હતી.

બાદમા તેઓ સાંજે ગ્રામ પંચાયતના ઓટે બેઠા હોય ત્યાં જેન્તીભાઇ અને ભાણાભાઇ બંને ધસી આવ્યા હતા અને ગાળો આપી છુટા પથ્થરના ઘા મારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એએસઆઇ આઇ.એ.કથીરી આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...