તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:જિલ્લામાં કાેરાેનાના કેસ 4 હજારને પાર, બુધવારે વધુ 17 પોઝિટીવ કેસ

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમરેલી જિલ્લામાં હાલ 85 અેક્ટિવ કેસ, જૂનાગઢ જિલ્લામાં બે દિવસમાં 8 પોઝિટીવ

અમરેલી જિલ્લામા કાેરાેના બેકાબુ થવા જઇ રહ્યાે છે. લાંબા સમય બાદ અાજે પ્રથમ વખત અમરેલી જિલ્લામા અેકસાથે 17 પેાઝીટીવ કેસ નાેંધાયા હતા. અામ જિલ્લામા કાેરાેનાના કુલ કેસનાે અાંક હવે ચાર હજારને પાર પહાેંચ્યાે છે.અમરેલી જિલ્લાે ફરી અેકવાર કાેરાેનાનુ ઘર બનવા જઇ રહ્યાે છે. દિવાળી પછીના સમયમા જિલ્લાભરમા કાેરાેનાની અેકંદરે સ્થિતિ ઘણી સારી હતી.

પરંતુ પાછલા કેટલાક દિવસાેથી કાેરાેનાના કેસમા સતત ઉછાળાે અાવી રહ્યાે છે. અેક સમયે અમરેલી સિવીલ હાેસ્પિટલમા ગણ્યા ગાંઠયા બે પાંચ દર્દીને સારવાર અાપવામા અાવતી હતી. પરંતુ હવે સિવીલ હાેસ્પિટલના કાેરાેના વાેર્ડમા પણ દર્દીની સંખ્યા વધવા લાગી છે. અાજે અમરેલી જિલ્લામા કાેરાેનાના 17 પેાઝીટીવ કેસ નાેંધાયા હતા. તાે બીજી તરફ 7 દર્દીને હાેસ્પિટલમાથી રજા અપાઇ હતી. અામ હવે અમરેલી જિલ્લામા કાેરાેનાના 85 અેકટીવ કેસ છે. અાજના નવા 17 કેસ સાથે જ અમરેલી જિલ્લામા કાેરાેનાના કુલ દર્દીઅાેની સંખ્યા ચાર હજારને પાર પહાેંચી ગઇ છે.

અત્યાર સુધીમા જિલ્લામા કુલ 4009 પેાઝીટીવ કેસ નાેંધાયા છે. તાે બીજી તરફ અાજે અચાનક વેકસીનેશન ધીમુ પડયુ હતુ. છેલ્લા અેક સપ્તાહથી છ થી સાત હજાર લાેકાેને વેકસીન અાપવામા અાવતી હતી. પરંતુ અાજે જિલ્લામા 4828 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી. જ્યારે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી કોરોના પોઝિટીવના 8 કેસ આવે છે જ્યારે ડિસ્ચાર્જ થનાર દર્દીની સંખ્યા પણ 8 ની રહી છે. દરમિયાન જિલ્લામાં હજુ 7 લોકોનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ થયો છે. જૂનાગઢ જિલ્લામાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો આવી રહ્યો છે. એમાં પણ જિલ્લા કરતા જૂનાગઢ સિટીમાં આવતા કેસની સંખ્યા ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો