મારી નાખવાની ધમકી:નવાગામ નજીક કાર બાઇક સાથે અથડાવી યુવકને ધમકી આપી, ત્રણ શખ્સોએ ઉશ્કેરાઇ પોલીસ સાથે ઝપાઝપી કરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરજમાં રૂકાવટ કર્યાની દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

દામનગર તાબાના નવાગામના બસ સ્ટેન્ડ પાસે કાર ચાલકે બાઇક સાથે અકસ્માત સર્જી યુવકને ધમકી આપી હતી. તેમજ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી ફરજમા રૂકાવટ કરતા આ બારામા તેની સામે દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.

ગઢડા તાલુકાના રસનાળમા રહેતા બળવંતભાઇ ધીરજલાલ ત્રિવેદી (ઉ.વ.37) નામના યુવાને દામનગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ પોતાનુ મોટર સાયકલ નંબર જીજે 33 ઇ 3567 લઇને નવાગામ બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા ત્યારે સામેથી નશો કરેલી હાલતમા કાર નંબર જીજે 4 ડીએન 8893ના ચાલક ભાવેશ હરસુખ વાળા, હંસરાજ વિઠ્ઠલ રાઠોડ અને ભાવેશ પરશોતમ પરમાર નામના શખ્સોએ બોલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત આ શખ્સોએ પોલીસની ફરજમા રૂકાવટ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી ગુનાહિત ધમકી આપતા પોલીસે ત્રણેય સામે અલગથી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ પીએસઆઇ એચ.એચ.સેગલીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...