કાર ભડકે બળી:બગસરા ST બસસ્ટેન્ડ નજીક કારમાં આગ લાગતા બળીને ખાખ

અમરેલી11 દિવસ પહેલા

અમરેલી જિલ્લામાં આવેલा બગસરા શહેરમાં એસ.ટી.બસ સ્ટેન્ડ નજીક ફોરવિલ કારમાં મોડી રાતે અચાનક આગ લાગતા અફરા તફડી મચી જવા પામી હતી. અહીં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે. આ કારમાં આગ લાગતી વખતે કોઈને જાનહાનિ થઈ નથી. આગે થોડીવારમાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો સતત મારો લગાવ્યો હતો તેમ છતા આગ આખી કારમા પ્રસરી જવાના કારણે કાર બળીને ખાખ થઇ ગઇ હતી. વિકરાળ આગનું સ્વરૂપ જોઇ ચારે તરફ વાહનો થંભી ગયા હતા અને પોલીસ પણ દોડી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...