અકસ્માત:નાના ભમોદ્રા નજીક કાર અને બાઇક વચ્ચે ટક્કર: યુવકનું મોત

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલક સામે પાેલીસ ફરિયાદ

સાવરકુંડલા તાલુકાના નાના ભમાેદ્રામા મજુરીકામ કરતા અેક પરપ્રાંતિય યુવક ગારીયાધારથી પાેતાનુ માેટર સાયકલ લઇ તેના ભાણીયા સાથે અાવી રહ્યાે હતાે ત્યારે નાના ભમાેદ્રા ચાેકડી પાસે અજાણ્યા કાર ચાલકે તેની સાથે અકસ્માત સર્જતા બાઇક ચાલક યુવકનુ સારવારમા માેત થયુ હતુ.

અહી રહેતા ભંગડીબેન ગુલાબભાઇ સિંગાડ (ઉ.વ.28) નામના મહિલાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેના પતિ ગુલાબભાઇ તારીખ 28/10ના રાેજ ગારીયાધારથી માેટર સાયકલ લઇને તેના ભાણીયા પંકજ સાથે અાવી રહ્યાં હતા.

ગુલાબભાઇ બાઇક ચલાવી રહ્યાં હતા. તેઅાે ભમાેદ્રા ચાેકડી પાસે પહાેંચતા અજાણ્યા કાર ચાલકે અકસ્માત સર્જયાે હતાે.અકસ્માતમા ગુલાબભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહાેંચી હતી. જેને સારવાર માટે અમદાવાદ સિવીલ હાેસ્પિટલમા ખસેડયા હતા. જયાં અાજે તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. અકસ્માત સર્જી નાસી જનાર ચાલક સામે પાેલીસે ગુનેા નાેંધી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ પીઅેસઅાઇ વી.અેમ.જાદવ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...