તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ટેકાના ભાવે ચણાની માત્ર 25 ટકા ખરીદી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાભરમાં 53 હજાર રજીસ્ટ્રેશનમાંથી 13,366 ખેડૂતો સેન્ટર પર પહોંચ્યા : આગામી 30મીએ ચણાની ખરીદી બંધ કરાશે

અમરેલી જિલ્લામાંમાં ટેકાના ભાવે ચણાની ખરીદી માત્ર 25 ટકા થઈ છે. નોંધણી સમયે જિલ્લાભરમાં 53009 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ એક ખાતેદાર દીઠ માત્ર 50 મણ ચણાની ખરીદી થતી હોવાથી મોટા ભાગના ખેડૂતોએ ચણા ખુલ્લા બજારમાં વેચી દીધા છે. હવે આગામી 30 જૂને ચણાની ખરીદી બંધ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરતાની સાથે અમરેલી જિલ્લાના દરેક સેન્ટર ખાતે ખેડૂતોની લાઈનો લાગી હતી. જિલ્લામાં 53009 ખેડૂતોએ ટેકામાં ચણા આપવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરંતુ ખરીદીનો પ્રારંભ થતા જ સરકારે એક ખાતેદાર પાસેથી માત્ર 50 મણ ચણા ખરીદવાનો નિર્ણય કર્યો હતો. જેની માઠી અસર ખરીદી પર જોવા મળી હતી.

અમરેલી પુરવઠા નિગમે 9 સેન્ટર પર ચણા ખરીદી શરૂ કરી હતી. અત્યાર સુધીમાં તંત્રએ 41789 ખેડૂતોને ચણા ખરીદી માટે એસએમએસ કર્યા છે. પરંતુ માત્ર 13366 ખેડૂતોએ 126118 કવિન્ટલ ચણા ટેકાના ભાવે વેચયા હતા. આગામી 30 જૂનના રોજ 9 સેન્ટર પર ખરીદી બંધ કરવામાં આવશે. તંત્રએ રાજુલા, જાફરાબાદ, ધારી અને લાઠી સેન્ટર પર એસએમએસની પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે.

ક્યાં સેન્ટર પર કેટલા ખેડૂતોની ખરીદી
સેન્ટરરજીસ્ટ્રેશનએસએમએસખરીદી
અમરેલી650442751352
બાબરા807156701246
લાઠી258125811462
ધારી58675867798
ટીંબી221922191342
સાવરકુંડલા802159621498
ખાંભા549143621161
રાજુલા340334031584
બગસરા1085274502323

​​​​​​​

આગામી 6 દિવસમાં 11220 ખેડૂતોના ચણાની ખરીદ કરાશે
​​​​​​​અમરેલી જિલ્લામાં 30 મીએ ટેકાની ખરીદી બંધ કરવામાં આવશે. હવે અમરેલી, બાબરા, બગસરા, સાવરકુંડલા અને ખાંભા સેન્ટર પર 11220 ખેડૂતોની ખરીદી બાકી છે. આગામી 6 દિવસમાં આ તમામ સેન્ટર પર 11220 ખેડૂતોને સેન્ટર પર ખરીદી માટે બોલાવશે.

જિલ્લામાં ટેકાની ખરીદીમાં 51. 45 કરોડનું ચુકવણું
અમરેલી જિલ્લા પુરવઠા નિગમના અધિકારી મકવાણાએ જણાવ્યું હતું કે જિલ્લામાં 13366 ખેડૂતોની ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી છે. અત્યારે 80 ટકા ખેડૂતોને 51.45 કરોડની ચૂકવણી કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...