વિછીંયા તાલુકાના સાસીયા ગામના એક યુવકનુ ચલાલા રેલવે સ્ટેશન ખાતે પટડી સફાઇનુ કામ ચાલી રહ્યું હોય તે રેલવે સ્ટેશનથી થોડે દુર કામ જોવા ગયો હતો ત્યારે મોબાઇલમા મશગુલ હોય ટ્રેન હડફેટે તેનુ મોત નિપજયું હતુ. મેાબાઇલમા મશગુલ યુવકનુ ટ્રેન હડફેટે મોત થયાની આ ઘટના ચલાલા નજીક બની હતી. મુળ વિછીંયા તાલુકાના સાસીયા ગામે રહેતો રાજેશભાઇ દેવશીભાઇ જોગરાજીયા (ઉ.વ.35) નામના યુવકે ચલાલા રેલવે સ્ટેશન ખાતે પટરી સફાઇનુ કામ ચાલતુ હતુ. તે ચલાલા ધારી રોડ રેલવે ફાટકથી 300 ફુટ દુર અન્ય એક કામ જોવા માટે ગયો હતો.
બપોરના એકાદ વાગ્યા આસપાસ તે રેલવે ટ્રેક નજીક મોબાઇલમા વાત કરવામા મશગુલ હતો ત્યારે અચાનક ટ્રેન આવી જતા ટ્રેન હડફેટે તેનુ મોત નિપજયું હતુ. બનાવ અંગે કડવાભાઇ કાનાભાઇ જોગરાજીયાએ ચલાલા પોલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મિહિરભાઇ ચુડાસમા ચલાવી રહ્યાં છે. આમ, મોબાઇલની લતે ઘણી વ્યક્તિના મૃત્યુ નિપજે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.