અમરેલીમાં વારંવાર બીએસએનએલના નેટવર્કના ધાંધીયા જોવા મળે છે. ગ્રાહકોની મુશ્કેલી સામે તંત્ર ધ્યાન જ આપતું નથી. હવે તો અમરેલીમાં દરરોજ બીએસએનએલની કનેક્ટીવીટી ખોરવાઈ રહી છે. જેના કારણએ લોકોના મોબાઈલ ફોન ડબલા બની રહ્યા છે. ઓફિસમાં કામ અટકી રહ્યા છે.
જે પણ ઓફિસમાં બીએસએનએલનું કનેક્શન હોય તે ઓફિસોમાં દિવસમાં અનેક વખત કામગીરી ઠપ્પ થઈ રહી છે. પણ તંત્રને અમરેલીમાં લોકોની સમસ્યાનો નિકાલ થાય તે માટે રસ નથી. અમરેલી પંથકમાં બીએસએનએલનું નેટવર્કના ધાંધીયા છેલ્લા કેટલાય માસથી જોવા મળે છે. પણ કાયમી ધોરણે તંત્રનો કોઈ ઉકેલ લાવી શકતું નથી.
હવે અમરેલીમાં તો બીએસએનએલની કામગીરીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે અહી બીએસએનએલની નેટવર્કની સમસ્યાનો હલ કરવા લોક માંગણી ઉઠી હતી. અહી દિવસ દરમિયાન અનેક વખત ઈન્ટરનેટ કનેક્શન ખોરવાઈ જતું હોય લોકોના કામ અટકી પડે છે. વળી ફરી ક્યારે ઈન્ટરનેટ શરૂ થશે તે નક્કી હોતું નથી. તેની સામે ખાનગી કંપનીઓ નેટની સારી સુવિધાઓ આપી રહી હોય બીએસએનએલ પોતાની સેવા સુધારે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.