પદ્મશ્રી મળ્યાના માનમાં મીઠા મોઢા કરાવ્યા:ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયા દ્વારા લાઠી તાલુકામાં ઘરે ઘરે મહિલાઓને સાડી અને મીઠાઈ આપી ખુશી વ્યકત કરી

અમરેલી6 મહિનો પહેલા
  • પદ્મશ્રી સન્માન અને ભત્રીજાના લગ્નપ્રસંગના માનમાં ખુશી વ્યકત કરવામાં આવી

અમરેલી જિલ્લામાં આવેલ લાઠી તાલુકાના દુધાળા ગામના વતની હરિકૃષ્ણ એકપોર્ટના પરિવાર અને ગુજરાતના ઉધોગપતિ તાજેતરમા પદ્મશ્રી એવોડ મળતા સવજીભાઈ ધોળકીયા દ્વારા તેમના વતન લાઠી શહેર અને ગ્રામ્ય વિસ્તારમા ઘરે ઘરે મીઠાઈ અને સાડી પહોંચાડી ખુશી વ્યક્ત કરી હતી.

ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાની ટીમ દ્વારા લાઠી તાલુકામાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે પહોંચી મહિલાઓને સાડી અને મીઠાઈનું વિતરણ કર્યું હતું. નોંધનીય છે કે, સવજીભાઈ ધોળકિયાને તાજેતરમાં સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સવજીભાઈના નાના ભાઈના પુત્રના લગ્ન પણ યોજાયા હતા. જેની ખુશીમાં તેઓએ વતનમાં રહેતા લોકોને સાડી અને મીઠાઈ આપી ખુશી વ્યકત કરી હતી.

ઉદ્યોગપતિ સવજીભાઈ ધોળકિયાની જલક્રાંતિના પ્રણેતા તરીકે પણ ઓળખ છે. તેઓ પોતાના વતન દુધાળા સહિત આસપાસના વિસ્તારમાં અનેક વિકાસલક્ષી કામ કરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...