તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાહકોને મુશ્કેલી:દામનગર શહેરમાં BSNL નેટવર્કના ધાંધિયા, હાલાકી

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વારંવાર નેટવર્ક ખોરવાતા ગ્રાહકો પરેશાન

દામનગરમાં બીએસએનએલનું નેટવર્ક વારંવાર ખોરવાતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીંયા નેટવર્કના કારણે લોકોના ફોન ડબલા બની રહી જાય છે. ત્યારે બીએસએનએલ કંપની દ્વારા તાત્કાલિક ટાવરનું મેન્ટેનન્સ કરી નેટવર્ક શરૂ કરે તેવી ગ્રાહકોમાં માંગણી ઉઠી છે.દેશમાં હાલ ફોરજી અને ફાઇવજીનો યુગ ચાલી રહ્યો છે. પણ દામનગર શહેરમાં લાંબા સમયથી બીએસએનએલના નેટવર્કના ધંધિયા જોવા મળે છે.

કંપની દ્વારા ટાવરનું મેન્ટેનસ સમયસર કરવામાં ન આવતું હોવાથી વારંવાર નેટવર્ક ખોરવાઇ રહ્યું છે. જેના કારણે ગ્રાહકોના ફોન માત્ર ડબલા બની રહી જાય છે. અહીં સરકારી કચેરીઓમાં નેટના અભાવે કામગીરી ટલ્લે ચડે છે. લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં પણ બીએસએનએલના કર્મચારીઓ દ્વારા ટાવરનું સમયસર મેન્ટેનસ કરાતું નથી. ત્યારે તાત્કાલિક કંપની દ્વારા શહેરમાં ગ્રાહકોને નેટવર્કની સુવિધા પૂરી પાડે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો