તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એસટી તંત્ર સામે રોષ:વાંકાનેર, ગોંડલ અને જસદણ ડેપોની બગદાણા રૂટની બસ બંધ

અમરેલી22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દામનગર પંથકના લોકોમાં એસટી તંત્ર સામે રોષ ફેલાયો
 • આગામી દિવસોમાં બસ શરૂ નહીં થાય તો આંદોલન કરાશે

વાંકાનેર, ગોંડલ અને જસદણ ડેપોમાંથી બગદાણા જતી એસટી બસ બંધ કરી દેવામાં આવી છે. દામનગર પંથકના લોકોમાં એસટી તંત્ર સામે રોષ ફેલાયો છે. મહુવા તાલુકાના બગદાણા ખાતે બજરંગદાસ બાપુનું સમાધિ સ્થળ આવેલું છે. અહીં સૌરાષ્ટ્ર પંથકમાંથી દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. પરંતુ રાજકોટ એસટી ડિવીઝનના વાંકાનેર, ગોંડલ અને જસદણ ડેપોમાંથી બગદાણા રાત્રે રોકાતી એસટી બસ લાંબા સમયથી બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે દામનગર, ગારીયાધાર અને પાલીતાણાના મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

અહીં એસટીની સેવા ન મળતા દામનગર પંથકના લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે. જો આગામી દિવસોમાં ત્રણે ડેપોમાંથી બંધ કરેલ બગદાણા રૂટની એસટી સેવા શરૂ નહી કરાય તો દામનગર, ગારીયાધાર અને પાલીતાણાના લોકો એસટી તંત્ર સામે આંદોલન હાથ ધરશે તેવી ચમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો