કાર્યવાહી:બુમલા અને ઝીંગાની ચોરી કરનાર શખ્સ ઝડપાયો

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાફરાબાદમાં દુકાનમાંથી ચોરી થઇ હતી
  • રોકડ, બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

જાફરાબાદમાં સામાકાંઠા તલાવડી પાસે આવેલ એક દુકાનમા રાત્રીના તસ્કરો ત્રાકટયા હતા. અહીથી તસ્કરો બુમલા અને ઝીંગા મળી કુલ રૂપિયા 25 હજારના મુદામાલની ચોરી કરીને લઇ જતા આ બારામા જાફરાબાદ મરીન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે. ત્યારે એલસીબી પોલીસે આ તસ્કરને ઝડપી લીધો હતો. જાફરાબાદમા સામાકાંઠા તલાવડી પાસે દુકાન ધરાવતા અને મચ્છીનો વેપાર કરતા ધીરૂભાઇ કાદુભાઇ સોલંકીએ જાફરાબાદ મરીન પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની દુકાનમા રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા.

તસ્કરોએ દુકાનમા રાખેલ ઝીંગા 20 કિલો કિમત રૂપિયા 10 હજાર, સુકા બુમલા 15 કિલો કિમત રૂપિયા 7500 તેમજ નાના ઝીંગા 25 કિલો કિમત 7500 મળી કુલ રૂપિયા 25 હજારના મુદામાલની ચોરી કરીને લઇ ગયો હતો. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કરમટા, પીએસઆઇ પી.એન.મોરી તથા સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે આ ચોરી કરનાર રમેશ છના પરમાર (ઉ.વ.25) નામના શખ્સને ઝડપી લઇ જાફરાબાદ મરીન પોલીસને સોંપી દીધો હતો. પોલીસે તેની પાસેથી રોકડ અને બાઇક મળી 33 હજારનો મુદામાલ કબજે લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...