અમરેલી જિલ્લામાં સૌથી મોટી સમસ્યા હવે આખલાની બની રહી છે, પરંતુ જવાબદાર તંત્ર અને લોકપ્રતિનિધિઓ દ્વારા કોઈ નકર પગલાં અથવા તો કાર્યવાહીના નામે મીંડું છે. બેફામ રીતે આખલાઓ જાહેર માર્ગો ઉપર બાખડી રહ્યા છે અને રાહદારીઓ શહેરીજનો અને લોકોમાં ભયનો માહોલ છવાયો છે. મોટાભાગના વિસ્તારમા વિકટ સમસ્યા ઉભી થઇ રહી છે. ફરીવાર રાજુલા શહેરમાં આખલાએ ઘમાસાણ સર્જી દીધુ હતું. અહીં આવેલા જાફરાબાદ રોડ ઉપર હોન્ડા શોરૂમ સામે જાહેર માર્ગ ઉપર 4 આખલા વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. આ લડાઈમાં અનેક વાહન ચાલકોનો બચાવ થયો છે. અકસ્માત થતા થતા અટકી ગયો છે. જોકે, સ્થિતિ આજની નહિ અહીં દરોજ આ પ્રકારની ઘટના બની રહી છે. જેનો વીડિયો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થયો છે.
સમૂહ લગ્ન મંડપમાં પણ આખલા ઘુસ્યા હતા
3 દિવસ પહેલા સમૂહ લગ્નોત્સવ પ્રસંગ દરમ્યાન મંડપ વચ્ચે આખલા બાખડતા બાખડતા અંદર ઘુસ્યા અને અફડા તફડી સર્જાઇ હતી. તેના બીજા જ દિવસે ધારી બ્રિજ નજીક આખલા વચ્ચે યુદ્ધ થતા બાઇકને હડફેટે લીધું હતું. જોકે, ચાલક જીવ બચી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.