અમરેલીના બાબરા તાલુકાના નિલવડા ગામ નજીક સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે કોમ્પલેક્સ પર આજે પ્રાંત અધિકારી અને પોલીસની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાયું હતું. તંત્ર દ્વારા કોમ્પલેક્સ ખાલી કરવા નોટિસ આપી હોવા છતા ખાલી ના કરાતા આજે ડીમોલીશન કાર્યવાહી હાથ ધરાઈ હતી.
નિલવડા ગામ નજીક વાંકીયા રોડ પર આવેલી સરકારી જમીનમાં જયંતી મકવાણા અને તેના બે ભાઈઓ દ્વારા કોમ્પલેક્સ બનાવવામા આવ્યું હતું. આ અંગે તંત્ર દ્વારા શરૂઆતમાં કોમ્પલેક્સ ખાલી કરવા માટે નોટિસ પાઠવવામા આવી હતી. પરંતુ, વપરાશકર્તાઓએ દુકાનો ખાલી કરી ન હતી. જેથી આજે બાબરા પ્રાંતની હાજરીમાં સવારથી જ ડીમોલીશન કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. પ્રાંત અધિકારી, મામલતદાર અને પોલીસની હાજરીમાં સરકારી જમીન પરથી દબાણ દૂર કરાયું હતું.
પ્રાંત અધિકારી ગૌતમ ઉત્સવે કહ્યું હતું કે, સરકારી જમીન પર થયેલું ગેરકાયદે બાંધકામ ખાલી કરવા માટે નોટિસ આપવામા આવી હતી. 20 દિવસ થવા છતા કોમ્પલેક્સ ખાલી કરાયું ન હતું. જેથી આજે દુકાનોમાંથી સમાન બહાર કાઢી ડીમોલીશન કરવામા આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.