દબાણ હટાવ કામગીરી:અમરેલીના ધારી-તુલશીશ્યામ રોડ પર સરકારી જમીન પર થયેલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવાયું

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લાના ધારી-તુલશીશ્યામ રોડ પર સર્વે નંબર 640 પૈકી 1માં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ બાંધકામ હતું, તે ધારી તાલુકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે.

ગેરકાયદેસર દબાણ હટાવવા મુદ્દે સ્થાનિક અરજદાર લાભુબેન મોહનભાઈ અંટાળા દ્વારા આ અંગે અગાઉ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા SCA/9696 અન્વયે સરકારી જમીન પરના ગેરકાયેદસર દબાણ હટાવવાનો મૌખિક આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ મુજબ ધારી તાલુકા તંત્રએ તાત્કાલિક અમલવારી કરી સરકારી જમીન પરના આ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ દબાણ હટાવી દેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...