તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:રાજુલામાં છલ્લા એક માસથી BSNL ના ટાવર વારંવાર બંધ

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર ઓફ કોમર્સની એ.જી.એમને રજુઆત કરાઇ

રાજુલામાં છેલ્લા એક માસથી બીઅેસએનએલનો ટાવર અવાર-નવાર બંધ રહે છે. જેના કારણે ગ્રાહકોના ફોન ડબલા બની રહી જાય છે. રાજુલામાં બીએસએનએલના ટાવરનો પ્રશ્ન હલ કરવા ચેમ્બર ઓફ કોમર્સે અમરેલી એ.જી.એમને રજુઆત કરી હતી. રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ જણાવ્યું હતું કે શહેરમાં એક માસથી મોબાઈલ ટાવર વારંવાર બંધ થાય છે. જેના કારણે દિવસમાં પાંચ વખત નેટવર્ક ચાલ્યું જાય છે. જેના પરિણામે બેંક, હોસ્પિટલ અને રેવન્યુ વિભાગ સહિતની ઓફિસોમાં કામગીરી ઠપ્પ થઈ જાય છે.

અને અરજદારોની મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ લોકોના મોબાઇલ ફોન નેટવર્કના કારણે ડબલા બની રહી જાય છે. અહીં સ્થાનિક આગેવાનોએ ટાવર બંધ રહેવા અંગે અમરેલી, ભાવનગર, અમદાવાદના ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરી હતી. છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. તેવા સમયે લોકોની મુશ્કેલી દૂર થાય તે માટે રાજુલામાં બંધ પડેલ ટાવરને ફરી શરૂ કરવા લોક માંગ છે. આમ, ટાવર તાકીદે શરૂ કરવામાં આવે તો લોકોને પડતી હાલાકી દૂર થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો