કાર્યવાહી:જાફરાબાદમાં અપક્ષ ઉમેદવાર સહિત 16 શખ્સ સામે લાંચનો ગુનો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાહનમાં રાશન કીટ ભરી ભાકોદર ગામે વિતરણ કરવા જતા હતાં

હજુ બે દિવસ પહેલા રાજુલાના ડુંગરમા કોંગ્રેસના બે કાર્યકરો મતદારોને કોંગી તરફી મતદાન કરવા પ્રલોભાન આપી રાશન કીટનુ વિતરણ કરતા ઝડપાયા હતા. ત્યાં ગઇકાલે જાફરાબાદના ભાકોદરમા અપક્ષ ઉમેદવાર સહિત 16 શખ્સો લોકોને મત આપવા માટે પ્રલોભન આપવા કીટ વિતરણ કરવા જતા તમામ સામે ગુનો નોંધાયો છે. બનાવ અંગે પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

ગઇકાલે બપોરના પોણા બે વાગ્યા આસપાસ અયુબ આરાદીન જાખરા, રસુલ જુમાભાઇ જાડેજા, શાર્દુળ જાદવભાઇ મકવાણા, અપક્ષ ઉમેદવાર ગીતાબેન ભરતકુમાર પરમાર, રસીદાબેન શેખ, મરીયમબેન, કાંતાબેન, જેણીબેન, મંગુબેન, કુરેશી નસીમબાનુ, બીબીબેન રસુલભાઇ, કમુબેન, મુકતાબેન, રોશનીબેન વિગેરે વાહન નંબર જીજે 03 બીટી 1660 તથા જીજે 01 ડીવાય 7638મા રાશન કીટ ભરીને ભાકોદર આસપાસ અપક્ષ ઉમેદવારની તરફેણમા મતદાન કરવાનુ પ્રલોભન આપી રાશન કીટનુ વિતરણ કરવા જતા હોય ઝડપાયા હતા.

જાફરાબાદના તાલુકા વિકાસ અધિકારી વિજય સોનગરાએ આ તમામ 16 શખ્સો સામે જાફરાબાદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. પોલીસે જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ આર.વી.વરૂ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...