તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:અમરેલી શહેરના જશોદાનગરમાં પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
રીપરીંગ કામ ન થતાં દિવસભર રોડ પર પાણી વહેતા જોવા મળ્યા. - Divya Bhaskar
રીપરીંગ કામ ન થતાં દિવસભર રોડ પર પાણી વહેતા જોવા મળ્યા.
 • પાણી માર્ગ પર વહેતા લોકોને મુશ્કેલી, રીપેરીંગ કરવા માંગ

અમરેલીના હનુમાનપરા નજીક જશોદાનગરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ થયો હતો. અહીં પાણી રોડ પર વહેવા લાગતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.અમરેલીના હનુમાનપરા પાસે આવેલ જશોદાનગર સોસાયટીમાં બપોરના અરસામાં પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી. જેના કારણે દિવસભર પાણીનો વેડફાટ થયો હતો.

અહીં જશોદાનગરમાં તૂટેલી પાઇપલાઇનથી બાજુમાં રહેલી અન્ય સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા. પાણીના કારણે રોડ પર કાદવ કીચડ સર્જાયો હતો. જેના કારણે સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નવાઈની વાત તો એ છે કે રવિવારનો દિવસ હોવાથી અહીં કોઈ રીપેરીંગ કરવા માટે પણ પહોંચ્યું ન હતું. અને દિવસ દરમિયાન પાણી માર્ગ પર વહેતું રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો