સુવિધા:દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર, રેમ્પ અને ઇવીએમ પર બ્રેઇલ લીપી

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાસ સ્વયં સેવકો, મતદાર સહાયતા બુથ, સાઇનેજ જેવી સુવિધા પણ ઉભી કરાશે

અમરેલી જિલ્લામા વિધાનસભાની ચુંટણી માટે વહિવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. અહી દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર, રેમ્પ અને ઇવીએમ પર બ્રેઇલ લીપી સહિતની સુવિધાઓ ઉભી કરવામા આવશે.

વિધાનસભાની ચુંટણીને લઇને દિવ્યાંગ અને વરિષ્ઠ મતદાતાઓને મતદાન કરવામા સરળતા થઇ શકે તે માટે અનેક સવલતો મતદાન મથકો પર ઉભી કરવામા આવશે. અહી દિવ્યાંગ મતદારો માટે રેમ્પ અને વ્હીલ ચેર તેમજઇવીએમ પર બ્રેઇલ લીપી, દિવ્યાંગ વ્યકિતઓ માટે પરિવહન સવલત, સાંકેતિક ભાષા, ખાસ સ્વયં સેવકો, સાઇનેજ, મતદાર સહાય બુથ પણ ઉભા કરવામા આવશે.

આ ઉપરાંત દિવ્યાંગ વ્યકિતઓ અને વરિષ્ઠ નાગરિકોને મતદાન માટે પ્રવેશ પ્રાધાન્ય આપવામા આવશે. આ ઉપરાંત મતદારો 1950 હેલ્પ લાઇન પર પણ વિગતો મેળવી શકશે. આમ, તંત્ર દ્વારા વિવિધ તૈયારીઓ શરૂ દેવામાં આવી છે.

શ્રમયોગીઓને સવેતન રજા અપાશે
અમરેલી જિલ્લામા તારીખ 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મતદાન માટે શ્રમયોગીઓને સવેતન રજા આપવામા આવશે. જો મતદાન કરવા જવા દેવામા ન આવે તો શ્રમયોગીઓ કંટ્રોલરૂમ ખાતે ફરિયાદ કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...