તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Brahmalin At The Katkada Sanjeev's Ashram Of Mahant Balakrishnadasbapu Mahuva Of Tulsishyam Tirth Dham, A Famous Place In Saurashtra

મહંતનું નિધન:સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામ તીર્થ ધામના મહંત બાલકૃષ્ણદાસબાપુ મહુવાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બ્રહ્મલીન

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમનાથ કથા દરમિયાન સમાચાર મળતા મોરારીબાપુ બાલકૃષ્ણદાસબાપૂ વિશે દુઃખ વ્યક્ત કર્યું

સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા ગીર મધ્ય જંગલમા આવેલા તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસબાપુનુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બ્રહ્મલીન થતા સમગ્ર સૌરાષ્ટ્રમાં મુંબઈમા સેવકગણમાં શોક છવાયો છે. બાલકૃષ્ણદાસબાપુનું 101 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું છે. બાલકૃષ્ણદાસબાપુના નિધનના સમાચાર મળતા મોરારીબાપુએ પણ પોતાની કથા દરમિયાન દુઃખ વ્યક્ત કર્યું છે.

બાલકૃષ્ણદાસબાપુ કથાકાર મોરારીબાપુના પ્રિય મહંત હતા. મોરારીબાપુ તેમના દર્શન માટે વાંરવાર આવતા હતા અને અનેક જાહેર કાર્યક્રમમાં બાલકૃષ્ણદાસ બાપુને યાદ કરતા હતા. આજે જ્યારે બાલકૃષ્ણબાપુ બ્રહ્મલિન થયાના સમાચાર મળતા મોરારીબાપુ શોકમાં ગરકાવ થયા હતા. સોમનાથ ખાતે ચાલી રહેલી તેમની કથા દરમિયાન તેમણે આ દુઃખદ સમાચાર અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું.

સેવકગણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પોહચીયા
સેવકગણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પોહચીયા

3 દિવસ પહેલા તુલસીશ્યામ ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂનુ પણ અવસાન થયું હતું તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂનુ 3 દિવસ પહેલા દુઃખદ અવસાન થયુ હતું. આજે મહંત બાલકૃષ્ણદાસબાપુનો દેહવિલય થતા અમરેલી સહિત સૌરાષ્ટ્ર મુંબઈ સેવકગણમાં શોક છવાયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સેવકગણ શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...