નિર્ણય:બન્ને નોંધારા બાળકોનો ઉછેર વાત્સલ્યધામમાં થશે

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાઢડા પાસે અકસ્માતમાં બન્ને ઘાયલ થયા"તા
  • અમરેલીના ગજેરાએ જાળવણીની જવાબદારી લીધી

બાઢડા પાસે ગોજારા અકસ્માતનો ભોગ બનેલા બંને બાળકોનો ઉછેર વાત્સલયધામમાં કરવામાં આવશે. અમરેલીના વતની અને શાંતાબા હોસ્પિટલના પ્રમુખ વસંતભાઈ ગજેરાએ બાળકોની જાળવણી કરવાની જવાબદારી લીધી છે. બે દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા પાસે બેકાબૂ ટ્રક એક ઝુપડામાં ઘુસી ગયો હતો. અને એક સાથે 8 જીંદગીઓને ભરખી ગયો હતો. આ અકસ્માતમાં બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેની સારવાર અમરેલીની શાંતાબા સિવીલ હોસ્પિટલમાં ચાલી રહી છે.

અકસ્માતમાં નોધારા થયેલા બંને બાળકની ઉછેરનો પ્રશ્ન લોકોના મુખે ચર્ચાઈ રહ્યો હતો. ત્યારે અમરેલીના વતની અને ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરાએ અકસ્માતમાં ઘાયલ થયેલા બંને બાળકોની જવાબદારી ઉઠાવી છે. આ બંને બાળકો અત્યારે અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પણ આગામી દિવસોમાં વાત્સલયધામમાં તેમનો ઉછેર થશે.

અન્ય સમાચારો પણ છે...