દામનગરમાં પાણી પુરવઠાની મુખ્ય લાઈનમાં ભંગાણ હોવાના કારણે ત્રણ દિવસ સુધી લોકોને પીવાનું પાણી બોરમાંથી વિતરણ કરાશે. તેવી શહેરના જાહેર ચોકમાં સહિ કે સીક્કા વગરની નોટીસ લગાડવામાં આવી છે. અહી ક્યાથી ક્યા સુધી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે તેની પણ કોઈ જાણકારી અપાઈ ન હતી. દામનગરમાં તંત્ર દ્વારા પીવાનું પાણી બોરમાંથી આપવામાં આવશે તેવું જણાવાયું છે.
દામનગરમાં તંત્રની બેદરકારી ફરી વખત સામે આવી હતી. અહીના સરદાર સર્કલની દીવાલ પર નોટીસ લગાડી લોકોને બેથી ત્રણ દિવસ સુધી પીવાનું પાણી બોરમાંથી વિતરણ કરાશે. અને વિતરણ વ્યવસ્થાના સમયમાં પણ ફેરફાર થશે તેવો ઉલ્લેખ કરાયો હતો. પરંતુ અહી નોટીસમાં ક્યારે પાણીની વ્યવસ્થા ખોરવાશે. તેનો કોઈ ઉલ્લેખ કે પછી અધિકારીઓના સહિ કે સિક્કા ન હતા. જેના કારણે લોકો પણ દુવિધામાં મુકાયા હતા.
શહેરમાં કેટલાક સમયથી લોકોને મોળું અને ડહોળું પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાથી લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. દામનગરના લોકોને શુદ્ધ પીવાનું પાણી પુરૂ પાડવા લોક માંગણી ઉઠી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.