તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફરોને હાલાકી:બુકીંગ કરાવનારાને દામનગર ST સ્ટેન્ડ પરથી પ્રવેશ મળતો જ નથી

દામનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

દામનગર ખાતે એસટી વિભાગે પીકઅપ બસ સ્ટેન્ડ બનાવ્યું છે. અહી લાંબા અંતરની એસટી બસ માટે બુકીંગ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. પણ ખાટલે મોટી ખોડ કે અહી બુકીંગ કરાવનાર લોકોને લાંબા અંતરની બસમાં પ્રવેશ અપાતો નથી.

જો દામનગર ખાતે મુસાફરોએ એસટીમાં બુકીંગ કરાવ્યું હોય તો તેમને મુસાફરી કરવી હોય તો ગારીયાધાર અને ઢસા જવું પડે છે. અહીથી હોસ્પિટલના કામે જતા દર્દીઓને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.બીજી તરફ દામનગર પીકઅપ સ્ટેન્ડ ખાતે આવતી જતી બસ ગમે તે સમયે બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે મુસાફરોને જિલ્લા મથકે તથા તાલુકા મથકે આવવા માટે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. ત્યારે દામનગરમાં એસટી તંત્ર લોકોની સમસ્યા દૂર કરે તેવી મુસાફરોમાં માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...