તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ વેવ:હાડ થીજાવતી ઠંડી : અમરેલીમાં પારો 10 ડિગ્રી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધારીમાં પણ તાપમાન 9.7 ડિગ્રી સુધી ગગડ્યું
 • હજુ ત્રણ દિવસ આકરી ઠંડી રહેવાના એંધાણ
 • લોકો દિવસભર ગરમ કપડામાં વિંટળાયા

અમરેલી જિલ્લામા આજે હાડ થીજાવતી કડકડતી ઠંડી ફરી વળી હતી. જેણે સમગ્ર જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધુ હતુ. ચાલુ ચોમાસામા પ્રથમ વખત અમરેલી શહેરમા ન્યુનતમ તાપમાન 10 ડિગ્રી પર પહોંચ્યુ છે. ધારીમા તો તેનાથી પણ વધારે ઠંડી હતી અને પારો 9.7 ડિગ્રી પર પહોંચી ગયો છે. કડકડતી ટાઢનુ આ મોજુ આગામી ત્રણેક દિવસ સુધી જળવાઇ રહેશે.

અમરેલી શહેરને આજે ઠંડીએ જાણે બાનમા લીધુ હતુ. સવારનો સમય હોય કે બપોરનો, સાંજનો સમય હોય કે રાતનો. આખો દિવસ આકરી ટાઢ અનુભવાઇ હતી. આમ તો અમરેલી પંથકમા વર્તમાન શિયાળામા આ ઠંડીનો ત્રીજો રાઉન્ડ છે. પરંતુ આ રાઉન્ડમા સાૈથી આકરી ટાઢ પડી રહી છે. ગઇકાલે અમરેલી શહેરનુ ન્યુનતમ તાપમાન 14.4 ડિગ્રી હતુ. પરંતુ આજે તેમા 4.4 ડિગ્રીનો ધરખમ ઘટાડો થયો હતો અને શહેરનુ ન્યુનતમ તાપમાન સીધુ જ 10 ડિગ્રી પર પહોંચી ગયુ હતુ. આવી જ રીતે શહેરનુ મહતમ તાપમાન પણ 28 ડિગ્રીમાથી ઘટી 24.8 ડિગ્રી થઇ ગયુ હતુ. જયારે હવામા ભેજનુ પ્રમાણ 43 ટકા થઇ ગયુ હતુ. જયારે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 4.6 કિમીની રહી હતી.

બપોરના મહતમ તાપમાનમા પણ ધરખમ ઘટાડો થયો હોય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ હતુ. બપોરના સમયે પણ ભારે ઠાર અનુભવાયો હતો. વહેલી સવારના ઠારના કારણે સવારે મોડે સુધી શહેરની બજારમા સંચાર જોવા મળ્યો ન હતો. સાંજ પડતા જ શહેરના લોકો ઘરમા ઢબુરાઇ ગયા હતા. તો બીજી તરફ ધારી પંથકને ઠંડીએ જાણે થીજાવી દીધો હતો. અહી અમરેલી કરતા પણ વધુ ઠંડી જોવા મળી હતી. અહી ન્યુનતમ તાપમાનનો પારો 9.7 ડિગ્રી સુધી ગગડી ગયો હતો.

બાબરામાં રવિવાર સાંજથી જ ઠંડીનું મોજુ
બાબરા પંથકમા આકરી ઠંડીએ લોકોને ઘરમા રહેવા મજબુર કર્યા છે. અહી રવિવાર સાંજથી જ ટાઢોડુ ફરી વળ્યું હતુ. અને આજે આખો દિવસ શિત લહેર જોવા મળી હતી.

ગીરકાંઠો થીજી ગયો
આ વિસ્તારમા પ્રથમ વખત આટલી આકરી ઠંડી પડી છે. લીલાછમ ગીરકાંઠામા નાના મોટા જળાશયોમા પાણી પણ ભરપુર છે. આ ઉપરાંત સિંચાઇની સગવડના કારણે વાડી ખેતરોમા સતત પિયત પણ થઇ રહી છે. આ પ્રકારના માહોલને કારણે ગીરકાંઠામા વધુ ઠાર અનુભવાઇ રહ્યો છે. જેથી ગીરકાંઠો જાણે થીજી ગયો હતો.

તાપણાએ આપ્યો થોડો ગરમાવો
ધારી અને બાબરામા આજે સવારના સમયે ઠંડી ઉડાડવા ઠેરઠેર તાપણા થયેલા નજરે પડયા હતા. સવારના ઠારથી બાઇક ચાલકોના હાથ થીજી ગયા હતા. જો કે તાપણાઓથી લોકોને થોડો ગરમાવો જરૂર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો