અમરેલીના ખાંભા તાલુકાના ઈંગોરાળા પાસે બોલેરો પલટી જતા એકનું મોત થયું છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને ધારી અને અમરેલીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં બે લોકોની હાલત વધુ ગંભીર હોવાથી તેઓને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન તેઓના મોત થયા છે.
અમરેલીના ખાંભા તાલુકાના ઈંગોરાળા આસપાસ મુસાફરોની હેરાફેરી માટે બોલેરોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઈંગોરાળા પાસે એક બોલેરો સ્પીડમાં હોવાના કારણે બેલેન્સ ગુમાવી દેતા પલટી ખાઈ ગઈ હતી. જેમાં સવાર એક વ્યકિતનું મોત નિપજ્યું હતું જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ પણ દોડી આવી હતી અને તમામ લોકોને ધારી અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન બે લોકોની હાલત ગંભીર હોવાથી તેઓને રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન બન્નેના મોત થયા છે.
આ અકસ્માતની જાણ થતા અહીંથી પસાર થતા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા પણ ઘટના સ્થળે લોકોની મદદ કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ખાંભા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેને લઈ મુસાફરો અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી નિવેદનો લઈ રહ્યા છે. હાલ ખાંભા પોલીસ દ્વારા અકસ્માતની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
ઘટના સ્થળે એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત થયા બાદ પી.એમ માટે મૃતકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તને અમરેલી ધારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તમામ લોકો સ્થાનીક ગ્રામ્ય વિસ્તારના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈજાગ્રસ્તોમાથી વધુ 2 લોકોના મોત થયા છે. જેથી આ અકસ્માતમાં કુલ ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માતને લઈ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અને મૃતક સહિત લોકોને રાજય સરકાર વળતર ચૂકવે તે અંગે રજુઆત કરી છે.
મૃતકના નામ
લાભુબેન મનજુભાઈ સુરતરિયા ઉંમર 65 રહે. સમુહખેતી ગામ
પુનાભાઈ પોપટભાઈ વાઘેલા રે.ઈંગોરાળા ગામ
આશાબેન ભૂતપભાઈ રબારી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.