મોતની છલાંગ:સાવરકુંડલાના યુવાનની સુકનેરા ડેમમાંથી લાશ મળી આવી, ઘરકંકાસના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા

અમરેલી3 મહિનો પહેલા
  • ડેમમાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ-ફાયર ફાઈટરની ટીમે દોડી જઈ લાશ બહાર કાઢી

અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા શહેરના મણીનગર વિસ્તારમાંથી 3 દિવસ પહેલા સુનિલભાઈ પરમાર નામના 30 વર્ષીય યુવક ઘરેથી કહ્યા વગર બહાર નીકળી ગયા હતા. જેમનો આજે શનિવારે સાવરકુંડલા શહેરમાં આવેલા સુકનેરા ડેમમાંથી અચાનક મૃતદેહ પાણીમાં તરતો જોવા મળતાં લોકોએ પોલીસને જાણ કરી હતી. આવી ઘટનાને લઈ પોલીસ દોડી આવી મૃતદેહ બહાર કાઢવા માટે નગરપાલિકાની ફાયર ટીમની મદદ લીધી હતી. જેમાં આસપાસના સ્થાનિક લોકોના ટોળા પણ મોટી સંખ્યામાં જોવા માટે ઉમટી પડ્યા હતા.

ઘરકંકાસના કારણે મોત વ્હાલું કર્યું?
મૃતક સુનિલભાઈની લાશને પી.એમ માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને મોત બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકનાં ત્રણ સંતાન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેના પગલે પરિવારમાં શોકમય માહોલ છવાયો હતો. મૃતકના આપઘાત પાછળ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમ્યાન ઘર કંકાસના કારણે આ આપઘાત કર્યો હોવાની પોલીસને હાલ શંકા જઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...